(જી.એન.એસ) તા. 17
પટિયાલા,
અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલ બે વ્યક્તિઓની પટિયાલા પોલીસે પટિયાલાના રાજપુરામાંથી બે યુવકોની ધરપકડ કરી છે. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 120 ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને એક વિશેષ વિમાન શનિવારે મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. જેમાંથી 60થી વધુ પંજાબના અને 30થી વધુ હરિયાણાના છે. અન્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા ભારતીયોની આ બીજી બેચ છે, જેમને ટ્રમ્પ પ્રશાસન દ્વારા દેશનિકાલ કરવામાં આવ્યો છે.
આ મામલે મળતી માહિતી અનુસાર પટિયાલા પોલીસ દ્વારા પકડવામાં આવેલ બન્ને વ્યક્તિઓ વિરુદ્ધ 2023માં રાજપુરામાં હત્યાના આરોપમાં FIR નોંધવામાં આવી હતી. જે બાદ બંને ફરાર થઈ ગયા હતા. ધરપકડ કરાયેલા બે યુવકોના નામ સંદીપ અને પ્રદીપ છે. હાલમાં, ધરપકડ બાદ પટિયાલા પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

