(જી.એન.એસ) તા. 1
વોશિંગ્ટન,
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર BRICS દેશો પર ટેરિફ લાદવાની ચેતવણી આપી છે. ટ્રમ્પે આક્રમક સ્વરમાં કહ્યું કે બ્રિક્સ દેશોએ બરાબર સમજવું જોઈએ કે તેઓ યુએસ ડોલરનું સ્થાન લઈ શકતા નથી. જો આવું કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો અમેરિકા આ દેશો પર 100 ટકા ટેરિફ લાદશે. ભારત પણ બ્રિક્સ દેશનો એક ભાગ છે.
બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મુદ્દાઓ પર કડક પગલાં લેવામાં આવ્યા છે ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સોસિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું કે બ્રિક્સ દેશોને ખાતરીની જરૂર છે કે તેઓ ન તો નવી બ્રિક્સ ચલણ બનાવશે અને ન તો કોઈ અન્ય ચલણને સમર્થન આપશે. જો તેઓ આમ કરશે તો તેમને 100 ટકા ટેરિફનો સામનો કરવો પડશે. એટલું જ નહીં, તેણે કહ્યું કે અમેરિકન માર્કેટમાં જવાના માર્ગો તેમના માટે બંધ રહેશે. તેઓ પોતાના માટે કોઈ અન્ય મૂર્ખ દેશ શોધી શકે છે. એવી કોઈ સંભાવના નથી કે બ્રિક્સ આંતરરાષ્ટ્રીય બજારમાં અથવા અન્ય કોઈ જગ્યાએ યુએસ ડોલરનું સ્થાન લેશે અને કોઈપણ દેશ જે પ્રયાસ કરે છે તેણે ટેરિફને હેલો અને યુએસને વિદાય આપવી જોઈએ.

