(જી.એન.એસ) તા. 29
સુરત,
સુરત પોલીસને એક મોટી સફળતા મળી છે, લોન આપવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઇ છે. લોકોને લોન આપવાના બહાને 66 લાખની છેતરપિંડી આચરી હતી.
આ ટોળકી પહેલા તો જરૂરિયાતમંદ લોકોને શોધતી અને પછી તેમને શિકાર બનાવતી હતી. જે લોકોને લોનની જરૂર હોય તેવા લોકો પાસેથી આ ટોળકી જરૂરી ડોક્યુમેન્ટ લઈને લોન આપવાનું કહીને ડોક્યુમેન્ટ લેતી હતી. આ રીતે ડોક્યુમેન્ટ પર 66 લખાથી વધુની લોન કરાવી હતી.
આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જયારે ફરિયાદીને લોનના હપ્તા આવવા લાગ્યા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ફાયનાન્સ કંપનીના કર્મચારી સહિત 3 આરોપી ઝડપાયા છે. અને હજુ પણ મુખ્ય આરોપી રાજીવ ચૌબેની શોધખોળ શરૂ કરી દીધી છે.

