(જી.એન.એસ) તા. 24
નવી દિલ્હી,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ શ્રી માઈકલ માર્ટિનને આયર્લેન્ડના પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:-
“આયર્લેન્ડના પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળવા બદલ @MichealMartinTD ને અભિનંદન. સહિયારા મૂલ્યોના મજબૂત પાયા અને લોકોથી લોકો સુધીના ઊંડા જોડાણ પર આધારિત આપણી દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.”

