(જી.એન.એસ) તા.૧૦
રાજકોટ,
ફેક્ટરીમાં મોટી માત્રમાં નકલી બીડી બનાવવાનો કાચો માલ અને મશીનરી મળી આવી. રાજકોટ શહેરના બજરંગવાડી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાંથી SOG પોલીસે મોટા પ્રમાણમાં નકલી બીડી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે મળેલી બાતમીના આધારે દરોડો પાડી આ કારખાનું બંધ કરાવ્યું છે. આ કારખાનામાંથી મોટી માત્રમાં નકલી બીડી, બીડી બનાવવાના કાચા માલ અને મશીનરી મળી આવી છે. પોલીસે આ સંદર્ભમાં એકથી વધુ શખ્સોની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ગેંગ લાંબા સમયથી નકલી બીડી બનાવીને બજારમાં વેચતી હતી. આ કારખાનામાં બનાવેલી નકલી બીડીઓને પ્રતિષ્ઠિત બ્રાન્ડના નામથી બજારમાં વેચવામાં આવતી હતી. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. લોકોમાં નકલી બીડીઓ અંગે ચિંતા વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી છે.

