(જી.એન.એસ) તા.૧૦
અમદાવાદ,
ટલીય વખત સાબરમતી નદીને પ્રદૂષિત કરવા બાબતે હાઈકોર્ટે ફટકાર લગાવી છે, પરંતુ તેમ છતાં અમદાવાદ મહાનગરપાલિકાનું પેટનું પાણી હલ્યું નથી. અમદાવાદ શહેરને આઘુનિક બનાવવા કેટલીય કવાયતો થઈ રહી છે. જેમાં ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેટલું પૂર્વ અમદાવાદ માં તંત્ર ઊંઘતું ઝડપાયું છે તેમ સ્થાનિકોનું માનવું છે. કરોડો રૂપિયાની કામગીરી માત્ર કાગળ પર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શહેરના પૂર્વ ભાગમાં પ્રદૂષણ, ધૂળના કારણે શહેરમાં રહેતા હોવા છતાં લોકોને ગામડામાં રહેતા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. અગાઉ સરકારે કહ્યું હતું કે, એસ.જી. હાઈવેને ડસ્ટ ફ્રી બનાવવાનું વિચારી રહ્યા છે. તો પૂર્વના વિસ્તારનું શું, તેમ લોકો માની રહ્યાં છે. અમદાવાદ મનપા જાણે એક જ વિસ્તારનો જાણે વિકાસ કરવા બંધાયેલી હોય તેવપં હવે પૂર્વના લોકોનું માનવું છે. વાસ્તવિકતા એ છે કે પૂર્વ વિસ્તારમાં ઘણી સમસ્યાઓ છે. ધુમાડા, પીરાણા ડમ્પીંગ સાઈટ, ફેકટરીમાંથી નીકળતા પ્રદૂષિત કચરા અને દૂષિત, દુર્ગંધયુક્ત પાણીથી લોકો હેરાન થઈ ગયા છે. કેટલીય વખત સાબરમતી નદીને પ્રદૂષિત કરવા બાબતે હાઈકોર્ટે ફટકાર લગાવી છે, પરંતુ તેમ છતાં અમદાવાદ મહાનગરપાલિકાનું પેટનું પાણી હલ્યું નથી. પૂર્વ અમદાવાદમાં AQI સામાન્ય દિવસોમાં ઘણો ઊંચો હોય છે. તંત્ર પોતાનો બચાવ કરતા કહી રહ્યું છે કે પ્રધૂષણ ઘટાડવા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નદી પ્રદૂષિત ના થાય તેના માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે, પૂર્વમાં રહેતા અંદાજ 25 લાખ લોકો સારૂ જીવન જીવવા વલખા મારે છે.

