(જી.એન.એસ) તા.૨
વડોદરા,
વડોદરામાં નવા વર્ષની શરૂઆત સાથે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે. વડોદરામાં નવા વર્ષના પહેલા દિવસે જ વડોદરા શહેર પોલીસે ઓર્ગેનાઈઝડ ક્રાઇમમાં સંડોવાયેલા 9 આરોપીઓને ઝડપી પાડીને ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. લાંબા સમયથી આ આરોપીઓ શહેરમાં અનેક ગુનાઓ આચરતા હતા અને લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું હતું.શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં આ આરોપીઓ વિરુદ્ધ અનેક ફરિયાદો નોંધાઈ હતી. આ મામલે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું કે, શહેર પોલીસ શહેરીજનોની સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ છે. ઓર્ગેનાઈઝડ ક્રાઇમને કોઈ પણ સંજોગોમાં શહેરમાં ચાલવા દેવામાં આવશે નહીં. આ માટે શહેર પોલીસ તમામ જરૂરી પગલાં લઈ રહી છે. આ કાર્યવાહીથી શહેરમાં ગુનાખોરીમાં ઘટાડો થશે તેવી આશા સેવાઈ રહી છે. શહેરીજનોએ પણ પોલીસને સહકાર આપીને શહેરને શાંતિપૂર્ણ માહોલ રાખવામાં મદદ કરવી જોઈએ.

