Home ગુજરાત 2017માં નોંધાયેલા દુષ્કર્મના કેસના આરોપી એવા જૈન મુનિ શાંતિ સાગરજીને સુરત કોર્ટે...

2017માં નોંધાયેલા દુષ્કર્મના કેસના આરોપી એવા જૈન મુનિ શાંતિ સાગરજીને સુરત કોર્ટે દોષિત ઠરાવ્યા

8
0

(જી.એન.એસ) તા. 4

સુરત,

વર્ષ 2017 માં દુષ્કર્મના આરોપ મામલે સુરત કોર્ટે જૈન મુનિ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ મધ્યપ્રદેશનાં 49 વર્ષીય આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્માને કોર્ટે દોષીત જાહેર કર્યા છે. વર્ષ 2017 માં સ્વામી દ્વારા વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે મુનિએ સુરત બોલાવ્યા હતા. જે બાદ એકાંતમાં રૂમમાં લઈ ગયા બાદ તેણી જોડે દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતે અઠવા પોલીસ મથકમાં પોલીસે કલમ 376 (1), 376(2)(F) હેઠળ ગુનો નોંધાયો હતો.

આ બાબતે સરકારી વકીલ રાજેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર સાથે વર્ષ 2017 માં સુરત ખાતે ટીમલીયાવાડ ખાતે બનાવ બન્યો હતો. ભોગ બનનારને તાંત્રિક વિધિના બહાને મુનિએ તેમના માતા-પિતા સાથે બોલાવ્યા હતા. અને અલગ રૂમમાં બેસાડી તાંત્રિક વિધિ કરૂ છું તેમ જણાવી તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેમજ ભોગ બનનારનુ ખુદનો પુરાવો, તેની માતાનો પુરાવો, ભાઈનો પુરાવો તેમજ ડોક્ટરી પુરાવા અને 167 નાં નિવેદનો તેમજ એફએસએલ રિપોર્ટ. જ્યારે મા બાપ કરતા પણ કોઈ વ્યક્તિ ગુરૂ આગળ પોતાનું સ્વર્સ સમર્પિત કરતું હોય ત્યારે ગુરૂએ જતન કરવાની જવાબદારી છે. પણ એણે એની જગ્યાએ દુષ્કર્મ આચર્યું છે તે અધમ કૃત્ય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field