Home દેશ - NATIONAL 2000ની લગભગ 1.80 લાખ કરોડની નોટો બેંકોમાં પાછી આવી : ગવર્નર શક્તિકાંત...

2000ની લગભગ 1.80 લાખ કરોડની નોટો બેંકોમાં પાછી આવી : ગવર્નર શક્તિકાંત દાસ

50
0

(GNS),09

2000ની નોટ એક્સચેન્જ શરૂ થયાને 2 અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. આવી સ્થિતિમાં અત્યાર સુધીમાં લગભગ 50 ટકા 2000ની નોટો બેંકોમાં પહોંચી છે. જ્યારથી નોટબંધીની પ્રક્રિયા શરૂ થઈ છે,લોકો બેંકોમાં જઇ નોટ બદલાવી રહ્યા છે,તેને જમા કરાવી રહ્યા છે.હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે લગભગ 1.80 લાખ કરોડ 2000ની નોટ બેંકોમાં પાછી આવી છે. હવે સવાલ એ ઊભો થાય છે કે બેંક કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ પાછી આવેલી નોટોનું શું કરશે? શું તેણી તેને ભંગારમાં વેચશે અથવા તેમાંથી નવી નોટો છાપવામાં આવશે?

બિનઉપયોગી બની ગયેલી નોટોનું RBI શું કરે છે… જાણકારી અનુસાર, બેંક પહેલા બંધ કે નકામી નોટોને RBIની પ્રાદેશિક ઓફિસમાં મોકલે છે. પછી અહીંથી આ નોટોને દુરુપયોગથી બચાવવા માટે ક્યારેક સળગાવી દેવામાં આવે છે. કેટલીક નોટો નકલી છે કે કેમ તે જોવા માટે ચેક કરવામાં આવે છે. આ માટે ખાસ મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પછી મશીન દ્વારા નોટોના ટુકડા કરવામાં આવે છે. જો નોટોની લાઈફ સારી હોય તો તેને રિસાઈકલ કરવામાં આવે છે અને તેમાંથી નવી સર્ક્યુલેશન નોટો બનાવવામાં આવે છે. આ ખરાબ નોટોના ટુકડા પછી એકત્રિત કરવામાં આવે છે. પછી તેમની ઇંટો બનાવવામાં આવે છે. આ નોટોના ટુકડા પણ કારખાનામાં કાર્ડબોર્ડ બનાવવા માટે આપવામાં આવે છે.

200 રૂપિયાના દરે 800 ટન નોટ ભંગારમાં વેચવામાં આવી હતી. વર્ષ 2016માં જ્યારે નોટબંધી થઈ ત્યારે બેંકોએ જૂની નોટોના નિકાલ માટે આરબીઆઈ ઓફિસમાં નોટો જમા કરાવી હતી. જે બાદ નોટોનો કચરો ફેક્ટરીઓને રદ્દીના ભાવે વેચવામાં આવ્યો હતોકારખાનાઓને 800 ટન જેટલો કચરો મળ્યો હતો. જેને કંપનીએ રૂ.200 પ્રતિ ટનના ભાવે ખરીદ્યો હતો.એટલે કે જે નોટને બનાવવામાં એટલો ખર્ચ થાય છે તેની નષ્ટ કરી જ્યારે તે કચરો બને છે ત્યારે એજ કિંમતી નોટ રદ્દીના ભાવે વેચાય છે. 2000ની નોટ છાપવા માટે લગભગ 4 રૂપિયાનો ખર્ચ થતો હતો. RBIએ 2000ની નોટોનું ચલણ બંધ કરી દીધું છે. આવી સ્થિતિમાં હવે તેમના પ્રિન્ટિંગમાં પૈસા ખર્ચાતા નથી. જો કે, 500 રૂપિયાની નોટ છાપવાના કિસ્સામાં, 500 રૂપિયાની નોટનો છાપણી ખર્ચ 1 રૂપિયા આવે છે. જો કે, નોટોનું ચલણ બંધ થયા પછી અને બેંકો સુધી પહોંચ્યા પછી, તેની કિંમત સતત ઘટતી જાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleIKIO લાઇટિંગ IPO એ ઇશ્યુને 66.29 ગણું સબસ્ક્રિપ્શન મેળવ્યું
Next articleનિફ્ટી ફયુચર ૧૮૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!