(જી.એન.એસ), તા.૬
બેન્કો અને પોસ્ટ ઓફિસમાં બચત ખાતામાંથી બે લાખ રૂપિયા સુધીની રોકડ લેવડ-દેવડની કોઇ મર્યાદા નથી. ઇનકમ ટેક્સ વિભાગે આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે. આપને જણાવી દઇએ કે નાણાંકીય અધિનિયમ 2017ની
અંતર્ગત સરકારે બે લાખ રૂપિયાથી વધુની લેવડદેવડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેનાથી વધુની રોકડમાં લેવડદેવડ કરનારને એટલી જ રકમનો દંડ ભરવો પડશે.
ઇનકમ ટેક્સના કાયદામાં સામેલ કરાયેલ નવી કલમ 269 એસટી અંગે સ્પષ્ટીકરણ રજૂ કરતાં સેન્ટ્રલ ડાયરેકટ ટેક્સ બોર્ડ (CBDT)એ કહ્યું કે આ પ્રતિબંધ બેન્કો અને પોસ્ટઓફિસમાંથી રોકડના ઉપાડ પર લાગૂ થશે નહીં.
sનિવેદનમાં જણાવ્યું છે કે બેન્કો, સહકારી, બેન્કો અને પોસ્ટ ઓફિસના બચત ખાતાઓમાંથી રોકડ ઉપાડ પર લાગૂ થશે નહીં. સીબીડીટીએ કહ્યું કે આ અંગે જરૂરી મીહિતી રજૂ કરાશે.
નાણાંમંત્રી અરૂણ જેટલીએ 2017-18ના બજેટમાં ત્રણ લાખ રૂપિયાથી વધુની રોકડ લેવડદેવડ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂકયો હતો. આ મર્યાદાને નાણાંકીય વિધેયકમાં સંશોધન દ્વારા બે લાખ રૂપિયા કરાઇ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.