Home દુનિયા - WORLD 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવામાં આવશે; આ ટેરિફ અમેરિકાને ફરી મહાન...

2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવામાં આવશે; આ ટેરિફ અમેરિકાને ફરી મહાન બનાવવા માટે લાગુ કરાયો છે: ટ્રમ્પ

10
0

(જી.એન.એસ) તા. 5

વોશિંગ્ટન,

બીજીવાર અમેરિકાના પ્રમુખબન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રથમ વખત યુએસ કોંગ્રેસનું સંબોધન કર્યું હતું. સંબોધન કરતાં પહેલા જ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આખી દુનિયામાં ચર્ચા જગાવી હતી કે મારા સંબંધોનમાં કંઇક મોટું થવાનું છે અને તેની થીમ ધ રિન્યૂઅલ ઓફ ધી અમેરિકન ડ્રીમ રહેવાની છે. એવી ચર્ચા છે કે તેઓ ટેરિફ વૉરથી માંડીને યુક્રેન યુદ્ધ અને ભારત પર ટેરિફ સહિતના અનેક મહત્ત્વના મુદ્દાઓ પર તેમણે મોટી જાહેરાત કરી. આ સાથે તેમણે અમેરિકન ઈતિહાસનું સૌથી લાંબુ ભાષણ પણ આપ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે આ સૌથી લાંબુ ભાષણ આપીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અગાઉ અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને 1 કલાક અને 5 મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું અને ટ્રમ્પને તેના કરતા વધારે સમય થઇ ગયો છે અને હજુ ભાષણ ચાલુ છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સંસદને સંબોધતા કહ્યું કે જલદી જ અમે એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવાના છીએ જેના પછી પોલીસ અધિકારીની કોઈ હત્યા કરી દેશે તો તેને તાત્કાલિક મૃત્યુદંડ આપવામાં આવશે. 

આ ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત અમારી પાસેથી 100%થી વધુ ટેરિફ વસૂલે છે અને હવે અમે આગામી મહિનેથી આવું જ કરીશું. આ ઉપરાંત ટ્રમ્પે પાકિસ્તાનને આભાર વ્યક્ત કર્યો. ટ્રમ્પે કહ્યું કે 2021માં અફઘાનિસ્તાનમાં આતંકીઓએ 13 અમેરિકન સૈનિકોની હત્યા કરી હતી. તેમને પકડવામાં પાકિસ્તાનની સરકારે જ અમારી મદદ કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, 1 એપ્રિલના દિવસે ‘એપ્રિલ ફૂલ’ હોવાને કારણે અમે 2 એપ્રિલથી આ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે આ ટેરિફ અમેરિકાને ફરી મહાન બનાવવા માટે લાગુ કરાયો છે.

ટ્રમ્પ કહ્યું કે 2 એપ્રિલથી કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત સામે રેસિપ્રોકલ ટેરિફ લાદીશું.  ઉલ્લેખનીય છે કે અમેરિકાએ કેનેડા, ચીન અને મેક્સિકો જેવા દેશો પર પહેલાથી જ 25 ટકા જેટલા ટેરિફની જાહેરાત કરીને આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે ત્યારે હવે ભારતને પણ મોટો ફટકો પડવાની તૈયારી છે. ભારત વિશે ટ્રમ્પે કહ્યું કે તે અમારા પર વધારે ટેક્સ અને ટેરિફ લગાવે છે જે અયોગ્ય છે. ભાષણમાં બે વખત ભારતનો ઉલ્લેખ કરતાં તેમણે જાહેરાત કરી દીધી કે આગામી 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ થશે. ભારત સહિત કેનેડા, મેક્સિકો, ચીન પર આ રેસિપ્રોકલ ટેરિફ લાગુ પડશે. 

તેમજ વધુમાં તેમણે કહ્યું હતું કે, અમે યુક્રેન-રશિયા યુદ્ધને ખતમ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. આ યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા એટલા માટે તેનો અંત લાવવાની જરૂર છે. ટ્રમ્પે યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીના પત્રના વખાણ કરતા કહ્યું કે મને ઝેલેન્સ્કીનો પત્ર ગમ્યો. અમારી રશિયા સાથે ગંભીર વાતચીત થઈ છે. ટ્રમ્પે કહ્યું કે અમને મોસ્કો તરફથી પણ મજબૂત સંકેતો મળ્યા છે. રશિયા શાંતિ માટે તૈયાર છે. તેમણે સંસદમાં હાજર લોકોને પૂછ્યું, ‘શું આ સારી વાત નથી?’ હવે આ યુદ્ધનો અંત આણવો જરૂરી છે. 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ વિશે કહ્યું કે અમારે અમેરિકાને તેમનાથી મુક્તિ અપાવવી છે. અમારા દેશના અમુક ભાગો પર આ લોકોએ કબજો જમાવી લીધો છે. અમે તેમને દેશમાંથી શોધી શોધીને તગેડી મૂકીશું.

ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરતાં કહ્યું કે અમારાથી જે જે લોકો આજ સુધી પૈસા લેતા આવ્યા છે તેમનાથી હવે વસૂલી કરવાનો ટાઈમ આવી ગયો છે. અમે એ પૈસા વસૂલ કરીશું અને અમેરિકામાં મોંઘવારીને કાબૂમાં લાવીશું. અત્યાર સુધી હું બાઈડેનની ખરાબ નીતિઓની અસરથી દેશને બહાર લાવવા પ્રયાસ કરી રહ્યો હતો. 

વ્હાઇટ હાઉસે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી હતી કે આ સંબોધનનો વિષય “અમેરિકન સ્વપ્નનું નવીકરણ” છે. તમને એ પણ જણાવી દઈએ કે ટ્રમ્પના આ ભાષણને ‘સ્ટેટ ઓફ ધ યુનિયન’ હેઠળ નહીં ગણવામાં આવે. કારણ કે આ ભાષણ સામાન્ય રીતે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં અમેરિકન પ્રમુખ દ્વારા આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે આ ટ્રમ્પ દ્વારા કોંગ્રેસમાં આપવામાં આવેલું સામાન્ય ભાષણ જ ગણાશે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field