Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી 1984નાં શીખ વિરોધી રમખાણ કેસ: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમારને આજીવન કેદની...

1984નાં શીખ વિરોધી રમખાણ કેસ: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી

18
0

(જી.એન.એસ) તા. 25

નવી દિલ્હી,

1984નાં શીખ વિરોધી રમખાણો ના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. દિલ્હી પોલીસ અને પીડિતોએ આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેટેગરીના માનીતાં સજ્જન કુમાર સામે ફાંસીની સજાની માંગ કરી હતી. આ ઘટના સંબંધિત એફઆઈઆર ઉત્તર દિલ્હીના સરસ્વતી વિહાર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. રંગનાથ મિશ્રા કમિશન સમક્ષ આપેલા સોગંદનામાના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

સજ્જન કુમારને 12 ફેબ્રુઆરીએ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસ રમખાણો દરમિયાન સરસ્વતી વિહારમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યા સાથે સંબંધિત છે.

આ કેસમાં પોલીસે કોર્ટમાં દાખલ કરેલી લેખિત દલીલોમાં કહ્યું હતું કે, આ કેસ નિર્ભયા કેસ કરતાં પણ વધુ ગંભીર છે. નિર્ભયા કેસમાં એક મહિલાને નિશાન બનાવવામાં આવી હતી, પરંતુ અહીં એક ખાસ સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

જો કે, દિલ્હી પોલીસ વતી દલીલમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, 1984માં શીખોનો નરસંહાર માનવતા વિરુદ્ધ ગુનો છે. આ હિંસા દરમિયાન એક ખાસ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ રમખાણોએ સમાજની ચેતનાને હચમચાવી દીધી હતી.

આ સમયગાળા દરમિયાન સજ્જન આઉટર દિલ્હી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ હતા. તે હાલમાં રમખાણો સંબંધિત બીજા કેસમાં તિહાર જેલમાં બંધ છે અને આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field