(GNS),02
રામેશ્વર રાવે ખેડૂત પરિવારમાંથી આવીને હજારો કરોડનો બિઝનેસ ઉભો કર્યો છે. ઓછી આવક ધરાવતા પરિવારમાં ઉછરેલા રાવની મહત્વાકાંક્ષાઓ મર્યાદિત સંસાધનોને કારણે શિક્ષણ સુધી મર્યાદિત હતી. તમામ પડકારો હોવા છતાં તેમણે હોમિયોપેથીમાં કારકિર્દી બનાવી અને હૈદરાબાદમાં પોતાને એક જાણીતા ડૉક્ટર તરીકે સ્થાપિત કર્યા. રાવના જીવનમાં એક વળાંક આવ્યો જ્યારે તેણે એક સાહસિક પગલું ભર્યું જેણે તેના જીવનનો માર્ગ બદલી નાખ્યો. 1980 ના દાયકામાં તેમણે એક જોખમ લીધું અને જમીનના ટુકડામાં 50,000 રૂપિયાનું રોકાણ કર્યું. તેમના આ પગલાંએ રાવનું જીવન બદલી નાખ્યું. માત્ર ત્રણ વર્ષની અંદર રાવે તેમના રોકાણ પર અદ્ભુત ત્રણ ગણું વળતર જોયું. આનાથી તેમને નવો રસ્તો બદલવાની પ્રેરણા મળી હતી. આ આત્મવિશ્વાસ અને તકો પર આતુર નજર સાથે રાવે હોમિયોપેથીમાંથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સાહસ કર્યું. 1981માં તેમણે તેમની પ્રથમ કંપની માય હોમ કન્સ્ટ્રક્શન્સ શરૂ કર્યું હતું. આ પગલાં બાદ તેના નસીબે વળાંક લીધો હતો.
કેટલાક દાયકાઓમાં રાવે ઝડપથી તેમના વ્યવસાયનો વિસ્તાર કર્યો. આ પછી સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ સહિત વિવિધ કામોમાં તેમનો બિઝનેસ ફેલાયો હતો. તેમની સિમેન્ટ કંપની મહા સિમેન્ટ દક્ષિણ ભારતની વિશાળ સિમેન્ટ કંપની છે. તેમની કંપનીનો વાર્ષિક બિઝનેસ 4,000 કરોડ રૂપિયાથી વધુ છે. તેમણે જમીનના નાના ટુકડા પર દાવ લગાવીને અહીં સુધીનો પ્રવાસ શરૂ કર્યો. પરંતુ હવે તે રાવના નેતૃત્વમાં એક મોટું જૂથ બની ગયું છે. આજે જો રામેશ્વર રાવની પ્રોપર્ટીની વાત કરીએ તો તે 11,400 કરોડ રૂપિયાની નજીક છે. આ પ્રોપર્ટીના આધારે તેમનું નામ અબજોપતિઓની યાદીમાં પણ આવે છે. તેમને ચાર પુત્રો અને ચાર પુત્રવધૂ છે. તેઓ તેમના પુત્ર અને પુત્રવધૂની મદદથી પોતાનો વ્યવસાય આગળ વધારી રહ્યાં છે. આજના યુગમાં રાવ એ વાતનો જીવતો પુરાવો છે કે જેઓ મોટા સપના જુએ છે તેમના માટે નસીબ રસ્તો શોધે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.