Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી 1971ના યુદ્ધ દરમિયાન જ થવો જોઈતો હતો POKનો નિર્ણય : રક્ષા મંત્રી...

1971ના યુદ્ધ દરમિયાન જ થવો જોઈતો હતો POKનો નિર્ણય : રક્ષા મંત્રી રાજનાથ સિંહ

37
0

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે કહ્યું કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર(પીઓકે) અંગે નિર્ણય 1971માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જ લેવો જોઈતો હતો. સિંહે હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના નાદૌનમાં શહીદોના પરિવારના સન્માનમાં આયોજિત સમારંભને સંબોધિત કરતા આ વાત કહી હતી. રાજનાથ સિંહે કહ્યું કે અમે તાજેતરમાં જ 1971ના યુદ્ધમાં જીતની સુવર્ણ જયંતી મનાવી છે. 1971ના તે યુદ્ધના ઈતિહાસને યાદ રાખવામાં આવશે કારણ કે તે યુદ્ધ સંપત્તિ, કબજા કે સત્તાના બદલામાં માનવતા માટે લડવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું એક જ અફસોસ છે. પીકે પર નિર્ણય તે સમયે જ થઈ જવો જોઈતો હતો. હિમાચલ પ્રદેશના જ્વાળામુખીમાં શહીદોના પરિવારના સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજનાથ સિંહે આ દરમિયાન સંબોધનમાં કહ્યું કે ભારતે હમેશા વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો છે. તેમણે કહ્યું કે હિમાચલ દેવ અને વીર ભૂમિ છે. મંત્રીએ તેમના ભાષણ દરમિયાન રણભૂમિમાં મેજર સોમનાથ શર્માથી લઈને કારગિલ યુદ્ધમાં બલિદાન આપનાર વિક્રમ બત્તરાને પણ યાદ કર્યા અને તેમની વીરગાથા સાંભળીને તમામ હિમાચલવાસીઓને ગર્વનો અનુભવ કરાવડાવ્યો.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની વિરુદ્ધ 1971માં થયેલા યુદ્ધ પછીથી કાશ્મીર વિવાદનું હજી સુધી કોઈ સમાધાન થયું નથી. આ વિવાદ તો ત્યારથી શરૂ થઈ ગયો તો જ્યારે ભારત આઝાદ થયું હતું. તે સમયે રાજા હરી સિંહ કાશ્મીરના શાસક હતા. જ્યારે પાકિસ્તાનીઓ દ્વારા કાશ્મીર પર આક્રમણ થયું તો હરી સિંહે ભારત પાસે મદદ માંગી અને તેમણે ભારતની સાથે વિલય કરી લીધો. કાશ્મીરનો જે હિસ્સો પાકિસ્તાનના કબજામાં છે, તેને POK એટલે કે પાક અધિકૃત કાશ્મીર કહેવામાં આવે છે. આ હિસ્સો 22 ઓક્ટોબર 1947થી જ પાકિસ્તાનના કબજામાં છે. ભારત સતત POKને પણ પોતાનું અંગ ગણાવે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવૈશ્વિક ચલણોના મૂલ્યમાં જંગી ધોવાણથી વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં વેચવાલી યથાવત્…!!!
Next articleપીએફઆઈ સાથે જોડાયેલી એક મહિલાની દિલ્હીના શાહીનબાગથી કરી ધરપકડ