Home દેશ - NATIONAL 17 ફેબ્રુઆરી 2025 થી લાગુ થશે; ફાસ્ટેગનો આ નવો નિયમ બેલેન્સ વેલિડેશન...

17 ફેબ્રુઆરી 2025 થી લાગુ થશે; ફાસ્ટેગનો આ નવો નિયમ બેલેન્સ વેલિડેશન માટે 

14
0

FASTag માટે NPCI એ નવો નિયમ બહાર પડ્યો 

(જી.એન.એસ) તા. 13

NPCI દ્વારા FASTag માટે એક નવો નિયમ બહાર પડ્યો છે, આ બદલાવનો પ્રભાવ પેમેન્ટ પર પડશે. આ બદલાવ સિસ્ટમને વધારે પ્રભાવશાળી બનાવવા માટે બનાવાયો છે. આ નિયમના ઉલ્લંઘન પર કોડ 176 લાગુ પડી શકે છે.  આ કોડનો મતલબ છે કે ફાસ્ટેગ પેમેન્ટમાં એરર કે રિજેક્શન.

28 જાન્યુઆરી 2025 ના રોજ બહાર પડેલા NPCI સર્ક્યુલરમાં આ જાણકારી આપવામાં આવી હતી કે, જો તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હશે તો પેમેન્ટ થશે નહીં. ફાસ્ટેગ ઓછા બેલેન્સ, કેવાયસી ના થયું હોય કે પછી રજીસ્ટ્રેશનમાં કોઈ ખામી જણાશે તો પણ બ્લેક લિસ્ટ થઈ શકે છે.

ફાસ્ટેગમાં સ્ટેટ્સ પર 70 મિનિટની કેપ હશે એટલે કે તમે ચીલી મિનિટે ફાસ્ટેગ રિચાર્જ કરી શકશો નહીં. ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થતાં પહેલા એક ગ્રેસ પિરિયડ મળે છે જેમાં જો તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હોય છે તો ટોલ પર રિચાર્જ કરવાથી પેમેન્ટ રિજેક્ટ થઈ શકે છે. જો તમારું પેમેન્ટ રિજેક્ટ થઈ જાય છે તો તમારે બમણો ચાર્જ ચૂકવવો પડશે. એવામાં તમારે ફાસ્ટેગને પહેલેથી રિચાર્જ કરાવીને રાખવું જ સરળ રહેશે.

તેમજ આ સર્ક્યુલર મુજબ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ કેપ્ચર થાય તેના 60 મિનિટ પહેલા કે 10 મિનિટ પછી પણ ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થાય છે અને આ કેસમાં પણ પેમેન્ટ રિજેક્ટ થઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field