મંદિરમાં 51 ફૂટની ઊંચાઈએ માતાજીની પ્રતિમા સ્થાપિત કરાશે
મંદિરની વ્યૂંઈગ ગેલેરીમાંથી આખું અમદાવાદ જોઈ શકાશે
(જી.એન.એસ)અમદાવાદ,તા.૨૪
500 વર્ષોથી જોવાઈ રહેલી આશા હવે પૂર્ણ થવાની છે. ટુંક સમયમાં જ રામ જન્મભૂમિ પર બની રહેલા ભવ્ય મંદિરનું લોકાર્પણ અને મંદિરની અંદર રામલલ્લાની ભવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામ મંદિર 380 ફૂટ લાંબું, 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે, જેમાં રામ લલ્લા બિરાજમાન થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રામ મંદિરમાં દરેક ભક્તો દર્શન કરી શકે તે માટે 24 જાન્યુઆરી 2024 થી ખોલવામાં આવશે. આ મંદિર હાલમાં ભવ્યાતિ ભવ્ય ઢબે નિર્માણ કરાઈ રહ્યું છે . રામ મંદિરની ચર્ચા વચ્ચે એ ના ભૂલો કે ગુજરાતમાં પણ રામ મંદિરને પણ ભૂલાવી દે તેવું મંદિર 1500 કરોડના ખર્ચે બની રહ્યું છે.
રામ મંદિરનો ખર્ચ 1800 કરોડની આસપાસ થયો છે. રામ મંદિરની ચર્ચા અલગ સ્થાને છે પણ ગુજરાતમાં બનતા આ મંદિરને જોવા માટે લાખો લોકોની ભીડ ઉમટશે એ નક્કી છે. અમદાવાદમાં જાસપુર નજીક બની રહેલા આ મંદિરની વ્યૂંઈગ ગેલેરીમાંથી આખું અમદાવાદ જોઈ શકાશે. આમ વ્યૂંઈગ ગેલેરી જોવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા લોકો માટે આ સૌથી બેસ્ટ લ્હાવો અમદાવાદમાં ઘરઆંગણે મળી રહેશે.
ગુજરાતને ગૌરવ અપાવનાર અને પાટીદારોની કુળદેવી મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરનું નિર્માણ કાર્યની શરૂઆત થઈ ગઈ છે. 1500 કરોડના ખર્ચે તૈયાર થનાર આ મંદિર 504 ફૂટ ઊંચું અને 400 ફૂટ લાંબુ હશે. માતાજીની મૂર્તિ જોવા માટે અને એના દર્શન કરવા માટે તમારે ઉંચું જોવું પડશે. મંદિરમાં 51 ફૂટની ઊંચાઈએ માતાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસપુર ખાતે બની રહેલા મા ઉમિયાના મંદિરની 2026માં પ્રાણ પ્રતિષ્ઠા થાય તેવી સંભાવના છે. ગુજરાતીઓ અને વિશ્વ માટે આ મંદિર એક અજાયબી અને સૌથી મોટુ પર્યટન સ્થળ પણ બની રહે તો પણ નવાઈ નહીં.
આ મંદિરની ડિઝાઈન પણ અનેક રીતે ખાસ હશે. તેની ડિઝાઇન જર્મન અને ભારતીય આર્કિટેક્ટ્સ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવી છે. આ મંદિરમાં 1440 સ્તંભો સ્થાપિત કરવામાં આવશે. આ પોતાનામાં એક રેકોર્ડ હશે. અગાઉ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમામાં 800 સ્તંભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉમિયાધામ મંદિર 74 હજાર વાર ક્ષેત્રમાં વિસ્તરેલું છે નાગરશૈલીની પ્રાચીન થીમ પર નિર્માણ પામનાર મંદિર રૂપિયા 1500 કરોડના ખર્ચે આકાર પામનાર છે જેમાં ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ સહિતની ઇમારતો બનાવવામાં આવશે.એટલું જ નહીં 1200 કરતા વધુ યુવક-યુવતીઓ ભણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે. જેમાં દરેક સમાજને લાભ મળે તેવા ઉદેશ્ય સાથે આરોગ્ય સંકુલ બનાવવામાં આવ્યું છે.
આ મંદિરમાં 300 ફૂટની ઉંચાઈ પર વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવશે, જ્યાંથી આખું અમદાવાદ જોઈ શકાશે. મંદિરનું કામ પૂર્ણ થયા બાદ જર્મનીની ટીમ અહીં આવશે અને મંદિર કેટલું મજબૂત બન્યું છે તેની તપાસ કરશે. આ માટે ટેસ્ટિંગ કરવામાં આવશે. 6 મહિના સુધી ચાલનારી આ તપાસ પ્રક્રિયા બાદ જ મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ શકશે. ખાસ વાત એ છે કે આ મંદિરમાં દર્શન માટે ન તો કોઈ લાઈન હશે અને ન તો કોઈ ધક્કા-મુક્કી થશે. ભક્તોને મંદિર સુધી લઈ જવા માટે એસ્કેલેટરનો ઉપયોગ કરવામાં આવશે, જે તેમને સીધા ગર્ભગૃહ સુધી લઈ જશે. ભક્તો 2 મિનિટમાં ગર્ભગૃહમાં પહોંચી જાય અને માતાના દર્શન કરી શકે. આ માટે અહીં બે માળનું પાર્કિંગ બનાવવામાં આવશે.
આ મંદિરની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે 4 લાખ 27 હજાર 716 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવશે. ઉમિયાધામ મંદિરનું આખું કેમ્પસ 30 લાખ ચોરસ ફૂટમાં બનાવવામાં આવશે. પાટીદાર સંસ્થાઓ આ જગ્યાને પ્રવાસન મંદિરની જેમ વિકસાવવામાં આવશે. અહીંના પરિસરમાં આરોગ્યધામ નામની હોસ્પિટલ બનાવવામાં આવશે. ધ્વજ દંડ સાથે મંદિરની ઉંચાઈ 451 ફુટને આંબી જશે. મંદિરનું ગર્ભગૃહ ભારતીય શાસ્ત્રોમાં વર્ણવીયેલી ડિઝાઇન પ્રમાણે હશે. જેમાં ૫૨ ફુંટ ઉંચી માતાજીની પ્રતિમા હશે માતાજીની પ્રતિમા સાથે મહાદેવનું પારાનું શિવલિંગ સ્થાપિત કરાશે.
મંદિર સિવાય જાસપુરના પ્રાંગણમાં જાસપુર કેમ્પસમાં સ્કીલ યુનિવર્સિટી એન્ડ કેરીયર ડેવલપમેન્ટ ,હેલ્થ સ્પોર્ટસ એન્ડ કલ્ચર કોમ્પલેક્ષ ,કુમાર અને કન્યા વર્કીગ વુમન છાત્રાલય, અધ્યતન સુવિધાથી સજ્જ એનઆરઆઇ ભવન, સામાજિક સંગઠન ભવન તથા રોજગાર ભવન, આરોગ્ય અને પ્રી પોસ્ટ મેડીકલ કેર યુનિટ આકાર પામશે. આ સિવાય જોબ પ્લેસમેન્ટ મહેસૂલી માર્ગદર્શન કેન્દ્ર ,કાનુની ઇમીગ્રેશન સલાહ કેન્દ્ર ,સામાજિક વ્યાપારી સંબંધોનું વૈશ્વિક જોડાણની કેન્દ્ર તૈયાર કરાશે ,પ્રાંગણમાં કોર્ટ કચેરીથી બચવા માટે સમાધાન પંચ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, કાયમી ભોજનશાળા, મેટ્રોમોનીયલ અને કાયમી લગ્ન કેન્દ્ર તથા વિધવા ત્યક્તા બહેનો માટે રોજગાર કેન્દ્ર આકાર પામશે. આમ રામલલ્લાના મંદિરના આપણે ભલે વખાણ કરીએ પણ આ મંદિર બન્યું તો આ મંદિરના જેટલા પણ વખાણ કરશો એટલા ઓછા પડશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.