Home મધ્ય ગુજરાત અમદાવાદ 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં ડેન્ગ્યૂનાં કેસમાં વધારો થતાં માંતા પિતાની ચિંતામાં...

15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં ડેન્ગ્યૂનાં કેસમાં વધારો થતાં માંતા પિતાની ચિંતામાં વધારો, તંત્ર એલર્ટ થયું

12
0

અમદાવાદ ચોમાસાની સિઝન પૂરી થતાં રોગચાળો વકર્યો, મચ્છરજન્ય રોગનાં કેસમાં વધારો

(જી.એન.એસ) તા. 18

અમદાવાદ,

લગભગ છેલ્લા 3 દિવસથી વરસાદના વિરામ વચ્ચે હવે રોગચાળાએ ગુજરાતનાં લોકોની ચિંતા વધારી દીધી છે. અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. શહેર અને જિલ્લામાં મચ્છરજન્ય રોગોનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં ડેન્ગ્યુનાં 282 કેસ તો ચિકનગુનિયાનાં 22 જેટલા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં ચોમાસાની સિઝન તેના અંતિમ તબક્કામાં છે. ત્યારે અમદાવાદમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરમાં મચ્છરજન્ય રોગોનાં કેસ સતત વધી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, અત્યાર સુધી શહેરમાં ડેન્ગ્યુનાં 282 કેસ તો ચિકનગુનિયાનાં 22 કેસ નોંધાયા છે. 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં ડેન્ગ્યૂનાં કેસ વધુ જોવા મળી રહ્યા છે. 77 બાળકો 9 વર્ષથી ઓછી ઉંમરનાં અને 75 બાળકો 9 થી 15 વર્ષની વયના છે. આ બાબતે મળતી માહિતી અનુસાર, શાળા અને કોલેજમાં જતા બાળકોમાં ડેન્ગ્યુનાં કેસ વધુ જોવા મળ્યા છે. બીજી તરફ મલેરિયાનાં 47 તો ઝેરી મેલેરિયાનાં 4 કેસ અત્યાર સુધી નોંધાયા છે. નોંધાયલ કેસમાં 130 દર્દીની ઉંમર 15 વર્ષ કરતા વધુ છે. તંત્ર દ્વારા રોગચાળાને ડામવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોર્પોરેશન (AMC) દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાથે જ લોકોને સ્વાસ્થ્યની વધુ કાળજી રાખવા અપીલ કરાઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપેજર બ્લાસ્ટમાં માત્ર હિઝબુલ્લાહ જ નહીં પરંતુ ઈરાનના રાજદૂતને પણ નિશાન બનાવાયા હતા
Next articleવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરની મુલાકાત દરમિયાન સોલાર રૂફટોપના લાભાર્થીઓ સાથેનો સંવાદ સોશિયલ મીડિયા પર શેર કર્યો