Home મધ્ય ગુજરાત અમદાવાદ 15 એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે. રાહુલ ગાંધીની હાજરીમાં નવા સંગઠનની...

15 એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે. રાહુલ ગાંધીની હાજરીમાં નવા સંગઠનની રચના પર ચર્ચા થશે

3
0

અમદાવાદમાં આયોજિત 84માં કોંગ્રેસ અધિવેશન

(જી.એન.એસ) તા. 9

અમદાવાદ,

અમદાવાદમાં આયોજિત કોંગ્રેસના 84માં અધિવેશનમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય બાબતે ચર્ચા કરતાં કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો વધુ એક કાર્યક્રમ તૈયાર કરાયો છે.15 એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે. રાહુલ ગાંધીની હાજરીમાં નવા સંગઠનની ચર્ચા થશે. નવા પ્રમુખ અને સંગઠન પર ભાર મૂકાશે. જેમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક કરાશે અને તાલુકા માળખાનું પણ નવેસરથી સંગઠન કરાશે.’

તેમજ આ બાબતે વધુમાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસ પાર્ટીમાં મોટો સંગઠનાત્મક ફેરફાર કરાશે. આ બેઠકમાં સંગઠનને લઈને ચર્ચા કરવામાં આવી. વર્ષ 2025ને પાર્ટી સંગઠનના પૂર્ણ પુનર્ગઠન તરીકે સમર્પિત કરાયું છે અને આ વિષય પર વિસ્તૃત ચર્ચા બેઠકમાં કરાઈ છે. સંગઠનમાં ફેરફાર અંગે દિશા-નિર્દેશ તૈયાર કરાશે. આપણા મહાસચિવ અને પ્રભાર તેના પર કામ કરી રહ્યા છે.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field