નરાધમ બાપે એક વર્ષ સુધી 14 વર્ષની સગીર દીકરી પર કર્યું દુષ્કર્મ
(જી.એન.એસ) તા. 6
અમદાવાદ,
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાંથી એક ખુબજ શરમજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક મહિલાએ પોતાના જ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાની 14 વર્ષની દીકરીને પેટમાં દુખાવો થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા, જ્યાં તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. જેથી તેની સાથે આ દુષ્કૃત્ય કોણે કર્યું તે અંગે માતાએ પૂછતા સગીરાએ જે હકીકત જણાવી તે સાંભળી માતાનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારનાર અન્ય કોઈ નહિ પરંતુ તેના પિતા જ હતા. અંગે મહિલાએ હિંમત કરી અને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે.
આ મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાની સાથે જ પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ પિતાની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તેને સંતાનમાં 6 બાળકો છે, જેમાં 3 દીકરીઓમાં સૌથી મોટી દીકરી સાથે તેણે આ કૃત્ય આચર્યું હતું. ઝડપાયેલા આરોપીને DNA રિપોર્ટ કરાવી પોલીસે આરોપી સામેના પુરાવાઓ એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે.
આ અંગે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. સગીરાએ તેની માતાને હકીકત જણાવી હતી કે તેના પિતાએ છેલ્લા એક વર્ષથી અવારનવાર માતાની ગેરહાજરીમાં તેમજ મોડી રાત્રે સગીરાને શરીરે અડપલા કરી મોઢું દબાવી કપડાં કઢાવી ડરાવીને સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને જેના કારણે તેને આ ગર્ભ રહી ગયો હતો. પોતાના સગા પિતાની આ પ્રકાર ખરાબ હરકતોથી સગીરા પોતે ડઘાઈ ગઈ હતી. જેના કારણે તે માતાને નરાધમ પિતાની અસલિયત બતાવી શકતી ન હતી. પરંતુ અંતે સગીરાને ગર્ભ રહ્યો અને તેણે બાળકીને જન્મ આપતા નરાધમ પિતાની કરતૂત સામે આવી ગઈ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.