(જી.એન.એસ),તા.૧૮
મુંબઈ,
ધોનીની એક ઝલક જોવા માટે ચાહકો લાખો રુપિયાની ટિકિટ પણ ખરીદી લે છે. નાના બાળકોથી લઈ મોટીવયના ચાહકો ધોનીની ફેન લિસ્ટમાં સામેલ છે.ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ચાહકોના દિલ પર રાજ કરે છે. ચાહકો મેદાન પર તેની તોફાની ઈનિગ્સ અને મેદાન બહાર તેની સાદગી માટે પાગલ છે. ધોનીને મળનારા લોકો કેટલીક વખત એવા કિસ્સા શેર કરે છે, જેમાં પૂર્વ ભારતીય કેપ્ટનના જીવનની ઝલક જોવા મળતી હોય છે. પૂર્વ આઈએએસ ઓફિસર વિવેક અત્રેયે પણ ભારતીય કેપ્ટનને લઈ એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, જ્યારે હું ચંદીગઢમાં એડમિનિસ્ટ્રેશનમાં હતો. ત્યારે હું ધોનીને મળ્યો હતો. તે ચંદીગઢની માઉંટ વ્યુ હોટલમાં રોકાયો હતો. તેમણે મને પોતાના રુમમાં બોલાવ્યો હતો. વિવેક જ્યારે ધોનીથી મળ્યો તો તેમણે અલગ જ નજારો જોયો હતો. તેમણે કહ્યું હું તેના રુમમાં ગયો તો ધોની પોતાના કેટલાક મિત્રોની સાથે હતો. તે ટીવીમાં હનુમાનનું કાર્ટુન જોઈ રહ્યો હતો.
12 વર્ષ પહેલા તે આઈપીએલ ટીમનો કેપ્ટન હતો. તે ખૂબ શાંત હતો અમે મળ્યા અને ફોટો લીધો અને ધોની ફરી હનુમાનનું કાર્ટુન જોવા લાગ્યો હતો. ધોની આ વખતે આઈપીએલ રમી રહ્યો છે. તેમણે આ સીઝનની શરુઆતથી પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી હતી. તે ટીમમાં વિકેટકીપર તરીકે રમે છે. આ સીઝન મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી સીઝન હોય શકે છે. જેને લઈ અત્યારસુધી ધોનીએ કાંઈ કહ્યું નથી. ધોનીના આઈપીએલ 2024માં અત્યારસુધીના પ્રદર્શનની વાત કરીએ તો તેમણે અત્યારસુધી 236ના સ્ટ્રાઈક રેટથી 59 રન બનાવ્યા છે. CSK ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિશે આ સમગ્ર વાત ભૂતપૂર્વ IAS અધિકારી વિવેકે રાજ શમાનીના પોડકાસ્ટમાં કહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.