Home રમત-ગમત Sports 12 જાન્યુઆરીએ ખેલાડીએ મેચની પ્રથમ ઈનિંગમાં સતત 21 મેડન ઓવર ફેંકી સર્જ્યો...

12 જાન્યુઆરીએ ખેલાડીએ મેચની પ્રથમ ઈનિંગમાં સતત 21 મેડન ઓવર ફેંકી સર્જ્યો ઈતિહાસ

47
0

અત્યાર સુધી કોઈ બોલર સતત આટલી મેડન ઓવર ફેંકી શક્યો નથી, રેકોર્ડ હજુય તૂટ્યો નથી

(જી.એન.એસ),તા.૧૨

બાપુ નાડકર્ણીએ 59 વર્ષ પહેલા આજના જ દિવસે (12 જાન્યુઆરી) રેકોર્ડ બોલિંગ કરી હતી. 1964માં તેમણે ઈંગ્લેન્ડ સામે મદ્રાસમાં (હવે ચેન્નાઈ) રમાયેલી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં સતત 21 મેડન ઓવર ફેંકી હતી. તેમનો આ રેકોર્ડ આજે પણ અકબંધ છે. અત્યાર સુધી કોઈ બોલર સતત આટલી મેડન ઓવર ફેંકી શક્યો નથી. આ મેચમાં ભારતે પ્રથમ દાવ સાત વિકેટ ગુમાવીને 457 રન પર ડિકલેર કર્યો હતો. આ મેચ 10 જાન્યુઆરીએ શરૂ થઈ હતી અને ઈંગ્લેન્ડ 11 જાન્યુઆરીએ બેટિંગમાં આવ્યું હતું.

એ જ દિવસે બાપુ નાડકર્ણીએ દમદાર બોલિંગ કરી સળંગ મેડન ઓવર ફેંકવાનો રેકોર્ડ બનાવ્યો અને ઈંગ્લેન્ડના બેટ્સમેનો રન બનાવવા જ ન દીધા. બાપુ નાડકર્ણીએ ઈંગ્લેન્ડના પ્રથમ દાવમાં બેટ્સમેનોને રન બનાવવા દીધા ન હતા. તેમણે સળંગ 21 મેડન ઓવર ફેંકી હતી. જોકે આટલી સારી બોલિંગ ફેંકવા છતા તેમને એક પણ વિકેટ મળી નહીં. બાપુ નાડકર્ણીએ 32 ઓવર નાખી અને માત્ર પાંચ રન આપ્યા હતા. જેમાં તેણે કુલ 27 મેડન ઓવર નાંખી હતી. તેની એવરેજ માત્ર 0.15 હતી.

બાપુ નાડકર્ણી તેમની ચુસ્ત લાઈન-લેન્થ માટે જાણીતા હતા. તેમણે બેટ્સમેનોને રન બનાવવાની તક આપી ન હતી. તેમણે બીજી ઈનિંગમાં શાનદાર બોલિંગ કરી હતી. બીજા દાવમાં બાપુ નાડકર્ણીએ છ ઓવર અને ચાર મેડન ઓવર નાંખી હતી. જો કે આ ઈનિંગમાં તેમને વિકેટ મળી હતી. તેમણે છ રન આપીને બે વિકેટ લીધી હતી. સળંગ મેડન ઓવર ફેંકવાનો તેમનો રેકોર્ડ આજ સુધી તૂટ્યો નથી.

પ્રથમ દાવમાં મોટો સ્કોર કરી ઈંગ્લેન્ડને ઓછા સ્કોર સુધી મર્યાદિત રાખ્યા બાદ પણ ભારત આ મેચ જીતી શક્યું ન હતું અને મેચ ડ્રો રહી હતી. ઈંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં 317 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 140 રનની લીડ સાથે રમવા ઉતરી હતી. જોકે બીજી ઈનિંગમાં ભારતીય બેટિંગ બહુ સફળ રહી ન હતી. ભારતે તેનો બીજો દાવ નવ વિકેટના નુકસાને 152 રન પર ડિકલેર કર્યો હતો. ઈંગ્લેન્ડે પાંચ વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા અને મેચ ડ્રો કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleODIમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલરો વિષે જાણો..
Next articleવડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વેસ્ટને ફેકી દેવાને બદલે તેનો સારી રીતે યોગ્ય ઉપયોગ કરવાની પ્રેરણા આપીને નવી ઇકોનોમીનું સર્જન કર્યું છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ