Home દેશ - NATIONAL 11 હજારથી વધુ સૈનિકો અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સુરક્ષામાં લાગ્યા

11 હજારથી વધુ સૈનિકો અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સુરક્ષામાં લાગ્યા

19
0

અયોધ્યા રામનગરી સુરક્ષા હેઠળ પોલીસ છાવણીમાં ફેરવાઇ

(જી.એન.એસ),તા.૨૦

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઇને રામનગરી પોલીસ છાવણીમાં ફેરવાઇ ગઇ છે.રામ મંદિરના ઉદ્ઘાટન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. અયોધ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ 11 હજારથી વધુ સૈનિકો અયોધ્યા નગરીની સુરક્ષામાં લાગશે. 22 જાન્યુઆરીએ હજારો VVIP અયોધ્યા પહોંચવાના છે. આટલા મોટા પ્રસંગમાં કે જ્યાં 8 હજારથી વધુ VVIP મહેમાનો હાજરી આપવાના હોવાથી અહીં સુરક્ષા જરૂરી બની જાય છે . એવી સુરક્ષા કે ત્યાં પરવાનગી વગર પક્ષી પણ ના ઉડી શકે. પીએમ સહિતના અનેક લોકો એક જ શહેરમાં આટલી મોટી સંખ્યામાં હશે તેવું ભાગ્યે જ બનતુ હોય છે, ત્યારે મામલાની ગંભીરતાને સમજતા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ છે.  

મંદિરના ઉદ્ઘાટન પહેલા સંકુલની સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. 300 SPG અને 100 થી વધુ ATSના જવાનો મંદિરની સુરક્ષા સંભાળી રહ્યા છે. તેમજ અયોધ્યા શહેરના દરેક ખૂણે-ખૂણે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ પોલીસના 11,000 જવાનો શહેરની સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. 22 જાન્યુઆરીએ 10,000 સીસીટીવી કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે. શંકાસ્પદ ગતિવિધિઓને ઓળખવા માટે AI સાથે મોનિટરિંગ કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની સંપૂર્ણ સુરક્ષા માટે કેન્દ્ર અને યુપી સરકારની સુરક્ષા એજન્સીઓએ મળીને 7 સ્તરની સુરક્ષા તૈયાર કરી છે. પહેલા સર્કલમાં આધુનિક હથિયાર સાથે સજ્જ એસપીજી કમાન્ડો હશે. બીજા સર્કલમાં એનએસજીના જવાનો હશે.  

ત્રીજા સર્કલમાં આઈપીએસ અધિકારીઓ સુરક્ષાનો હવાલો સંભાળશે. જયારે ચોથા સર્કલમાં સીઆરપીએફના જવાનો જવાબદારી સંભાળશે. પાંચમા સર્કલમાં યુપી એટીએસના કમાન્ડો હશે જે કોઈપણ શંકાસ્પદ પરિસ્થિતિમાં કાર્યવાહી કરવા તૈયાર રહેશે. છઠ્ઠા સર્કલમાં આઈબીના જવાનો અને સાતમા સર્કલમાં સ્થાનિક પોલીસ જવાનો તહેનાત રહેશે. કાર્યક્રમ દરમિયાન દુર સુધી નજર રાખવા અને લોન્ગ રેન્જ એટેકને કાઉન્ટર કરવા માટે સ્નાઈપર્સ પણ તહેનાત કરવામાં આવ્યા છે. અયોધ્યામાં માઇક્રો લેવલ સુધી સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી છે. સરયૂના કિનારે સુરક્ષા માટે સ્નાઈપર્સ તહેનાત રહેશે અને ઘણા સૈનિકો હાઈ સ્પીડ વોટિંગ દ્વારા નજર રાખશે. આમ અયોધ્યા 22મી તારીખે લશ્કરી છાવણીમાં બદલાઈ જશે તેવું કહીએ તો નવાઈ નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમધ્યપ્રદેશ ઈન્દોરમાં 4 થી 16 વર્ષની વયની છોકરીઓએ પોલીસને તેમની આપવીતી સંભળાવી
Next articleહિન્દુ સેનાએ દિલ્હીમાં બાબર રોડના બોર્ડ પર અયોધ્યા માર્ગનું પોસ્ટર લગાવ્યા