Home દેશ - NATIONAL 11 જાન્યુઆરીએ ન્યૂ સ્વાન મલ્ટીટેકનો IPO આવશે

11 જાન્યુઆરીએ ન્યૂ સ્વાન મલ્ટીટેકનો IPO આવશે

20
0

(જી.એન.એસ),તા.૦૬

ઓટોમોટિવ સેક્ટર સાથે જોડાયેલી કંપની ન્યૂ સ્વાન મલ્ટીટેકના IPO ભરીને તમે કમાણી કરી શકો છો. આ કંપનીએ તેના IPO માટે પ્રાઈસ બેન્ડ પણ નક્કી કર્યો છે. IPO નો પ્રાઈસ બેન્ડ 62-66 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ન્યૂ સ્વાન મલ્ટીટેકનો આઈપીઓ 11 જાન્યુઆરીએ ખુલશે અને 15 જાન્યુઆરીએ બંધ થશે..

ન્યૂ સ્વાન મલ્ટીટેક IPO નો લોટ સાઈઝ 2,000 શેર છે. તેનો અર્થ એ થાય છે કે રોકાણકારોએ ઓછામાં ઓછા 1 લોટ એટલે કે 2,000 શેર આઈપીઓ ભરવો પડશે. તે મૂજબ રોકાણની ન્યૂનતમ રકમ 1.32 લાખ રૂપિયા હશે..

IPO એલોટમેન્ટ 16 જાન્યુઆરીએ થઈ શકે છે. કંપની 17 જાન્યુઆરીથી રિફંડ શરૂ કરશે. ન્યૂ સ્વાન મલ્ટિટેકના શેર્સ ગુરુવાર, જાન્યુઆરી 18ના રોજ BSE SME પર લિસ્ટ થવાની શક્યતા છે. 33.11 કરોડ રૂપિયાનો IPO સંપૂર્ણપણે 5,016,000 ઈક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યુ છે..

કંવરદીપ સિંહ, ઉપકાર સિંહ અને બરુનપ્રીત સિંહ આહુજા કંપનીના પ્રમોટર્સ છે. ન્યૂ સ્વાન મલ્ટીટેક IPO ના રજિસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ છે. બુક રનિંગ લીડ મેનેજર હેમ સિક્યોરિટીઝ લિમિટેડ અને શેર ઈન્ડિયા કેપિટલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ છે..

ન્યૂ સ્વાન મલ્ટિટેક ઓટોમોટિવ પ્રોડક્ટ્સ બનાવે છે. તેમાં એન્જિન હેન્ગર, હિન્જ બોડી કવર, ફ્યુઅલ ફિલર, એન્જિન ગાર્ડ પ્લેટ, રીઅર બ્રેક આર્મ એસેમ્બલી, સેપરેટર બ્રેધર્સ, કેબલ ગાઈડ એસેમ્બલીનો સમાવેશ થાય છે. કંપનીની સ્થાપના વર્ષ 1985માં થઈ હતી. એટલે કે, કંપની 39 વર્ષથી કાર્યરત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રેક્ટિસ સેશન દરમિયાન સેમ હાર્પરને માથા પર બોલ વાગતા મેદાન પર પડી જતા તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો
Next articleલોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં સળવળાટ