Home ગુજરાત 104 હેલ્પલાઇન-AMCની લાલિયાવાડી….!, પછી તો અમદાવાદ ચીનનું વુહાન ન બને તો શું...

104 હેલ્પલાઇન-AMCની લાલિયાવાડી….!, પછી તો અમદાવાદ ચીનનું વુહાન ન બને તો શું બનશે…..?

1022
0

પતિ કહે છે-મારી પત્નીને પોઝીટીવ આવ્યું,અમારા પરિવારનું ટેસ્ટીંગ કરાવો,નિષ્ઠુર તંત્રનો જવાબ-નો….!
તંત્ર કહે છે કે-ભલે પરિવારમાં કોઇને કોરોના પોઝીટીવ આવ્યો પણ બીજા સભ્યોમાં માં લક્ષણો દેખાશે તો જ ટેસ્ટીંગ કરાશે…
તો આ રીતે થાય છે કોરોનાને રોકવા માટે તંત્રની કામગીરી….!
એસવીપી હોસ્પિટલ કોરોના માટે છે કે કોના માટે છે…? પોઝીટીવ દર્દીને દાખલ કરવાનો ઇન્કાર….!

(જીએનએસ.વિશેષ અહેવાલ)અમદાવાદ
દુનિયા આખીમાં હાહાકાર મચાવનાર અને અમેરિકા જેવા દેશોમાં કોરોનાથી લોકો ટપોટપ મરી રહ્યાં છે એવા ભયાનક ચેપીરોગને ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ કેટલી બેદરકારી અને ભાગેડુવૃતિથી લઇ રહ્યાં છે તો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં પોતાની પત્નીને કોરોના પોઝીટીવ આવ્યાં બાદ તેમનો પતિ પોતાનો અને પોતાના પરિનારમાં રહેતા તમામના ટેસ્ટીંગ માટે વારંવાર આગ્રહ કરવા છતાં તંત્ર દ્વારા તેનો ઇન્કાર કરીને ઘરમાં એક જણને પોઝીટીવ આવ્યો તો આખા ઘરને કે સોસાયચીને કોરોન્ટાઇન જાહેર કરવાની કામગીરી કરીને પોતાની ફરજ પૂરી કરવાની ઉતાવળમાં હોવાનું અને સરકારની અસ્પષ્ટ નિતીને કારણે સરકાર જેમને કોરોના વોરિયર ગણાવે છે એ કર્મચારીઓ પણ કંટાળી ગયા હોવાનું આ કિસ્સામાંથી ફલિત થાય છે. ખાસ કરીને સરકારી હેલ્પ લાઇન 104 પર કોરોના પોઝીટીવની જાણ કર્યા બાદ તંત્ર કેટલી બેદરકારી દાખવીને છટકવાનો પ્રયાસ કરે છે તે પણ તેમાંથી બહાર આવ્યું છે. આ કિસ્સો એવો છે કે ઘરમાં કોઇને પોઝીટીવ આવ્યો હોય તો કોઇ 104 પર ફોન કરવાની તૈયારી જ ના બતાવે એવું વલણ ફોન કરનારની સાથે કરીને જરૂરી એમ્બ્યુલન્સ પણ આપવાનો ઇન્કાર કરવો એ જાણે કે કોઇ પછાત રાજ્યનું ચિત્ર દર્શાવે છે.
આખા કિસ્સા પર નજર નાંખીએ તો અમદાવાદના મણિનગર કાંકરિયા ગોરધનવાડીના ટેકરા વિસ્તારમાં શ્રીનગર સોસાયટીમાં આવેલ શિવમ ફલેટમાં રહેનાર નિલેશ હસમુખભાઇ શાહ નામના 52 વર્ષિય નાગરિક 104 પર ફોન કરીને હેલ્પ માંગે છે. તેનો ઓડિયો વાઇરલ થયો છે. જેમાં તેઓ 104માં ફરજ પર હાજર કોઇ મહિલા કર્મચારીને જાણ કરે છે કે તેમના પતની નેહાબેનને કોરોના પોઝીટીવ આવ્યો છે અને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવા માટે એમ્બ્યુલન્સ મોકલવા કહે છે. સાથે સાથે તેમના પરિવારના તમામનું કોરોના ટેસ્ટીંગ માટે પણ જાણ કરે છે જેશી તેમને કિ ચેપ લાગ્યો હોય તો તેઓ પણ સારવાર માટે જઇ શકે.
104 હેલ્પ લાઇન પર ફરજ પર હાજર મહિલા તેમનવે ગોળ ગોળ ફેરવે છે.,અને નિલેશભાઇને કહે છે કે તમે જાતે દર્દીને લઇને દાખલ કરવા માટે લઇ જાઓ. જાગૃત નાગરિક નિલેશભાઇ તેમને સમજાવે છે કે કેસ પોઝીટીવ છે અને જો હુ મારા ખાનગી વાહન પર લઇ જાઉ તો તેમની સામે કેસ થાય. કે તમે કેમ જાતે લઇ આવ્યાં…એમ્બ્યુલન્સમાં કેમ ના લાવ્યાં અને ઘરના બાકીના સભ્યોના ટેસ્ટીંગનું શું…? પરંતુ પેલા બેન તેમને કહે છે કે તમે તમારી જાતે લઇ જાઓ અને ઘરના સભ્યોના ટેસ્ટીંગ માટે સરનામુ આપો તો ટીમ આવશે. નિલેશભાઇ તેમને ઘરનું સરનામુ લખાવે છે અને 104 દ્વારા વાહન ન મોકલતા પોતાના પતનીને મીઠાખળી ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરે છે.
તેમમએ 104 પર લખાવેલ વિગત મુજબ તેમના પર ફોન આવે છે જેમાં અમ્યુકોનો કોઇ કોરોના વોરિયર તેમના ઘરનું ચોક્કસ સરનામુ પૂછે છે કે કેમ કે 104 પર હાજર મહિલાએ સરનામુ લખવામાં ગોટાળા કર્યા છે. પેલો કર્મચારી કહે છે કે અમે તમારે ત્યાં આવીને તમારી સોસાયટીની બહાર હોમ કોરોન્ટાઇનનું સ્ટીકર મારીશુ. નિલેશભાઇ તેમને પૂછે છે કે પણ અમારા બધાના ટેસ્ટીંગનું શું…અમારા પરિવારમાં એક જણને પોઝીટીવ કેસ છે અને અમને તેમની અસર થઇ કે નહીં અને થઇ હોય તો અમારી પણ સારવાર કરાવવા અમને હોસ્પિટલમાં લઇ જવા કહે છે. પરંતુ પેલો કર્મચારી કહે છે કે તમારા ટેસ્ટીંગની ખબર નથી. અમારે તો હોમ કોરોન્ટાઇનનું સ્ટીકર લગાવવુ છે….!! નિલેશભાઇએ તેમને સમજાવ્યાં કે પહેલા અમારા ટેસ્ટીંગ કરો અને પોઝીટીવ હોય તો જ હોમ કોરોન્ટાઇન કરો. ટેસ્ટીંગમાં નેગેટીવ નિકળ્યું તો…? અને આ રીતે જો આખી સોસાયટીને કોરોન્ટાઇન કરાય તો સોસાયટીવાળા તેમનો જવાબ માંગે.
જેના જવાબમાં કોરોના વોરિયર છટકવા માટે એમ કહે છે કે હું તો નાનો કર્મચારી છું. અમને આ કામ ગમતુ જ નથી.અમને તો એટલી જ સૂચના છે કે કોઇને પોઝીટીવ આવે તો કોરોન્ટાઇન કરી દેવા. અને એ પરિવારમાં કોઇન ટેસ્ટ થતાં નથી….! નિલેશભાઇ તેમને કહે છે કે અમારૂ ટેસ્ટીંગ કરો, 104માં જાણ કરવા છતાં તેમને એમ્બ્યુલન્સ મોકલવામાં આવી નહોતી અને ખાનગી વાહનમાં લઇ જઇને તેમના પત્નીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે કેમ કે એસવીપીમાં દાખલ કર્યા નથી….! પરિવારમાં 6 જણાં છે. તેમના મમ્મી અડધો દિવસ તેમની બેનને ત્યાં જાય છે ટલે તેમના પણ ટેસ્ટ કરાવવા પડે. પરંતુ પેલો કોરોના વોરિયર એમ કહે છે કે તમારે ટેસ્ટીંગ માટે સીવીલ જવુ પડે. લક્ષણો દેખાતા હોય તો જ ટેસ્ટીંગ થાય. જવાબમાં નિલ્શભાઇ કહે છે કે લક્ષણો છે કે નહીં તે ચકાસવા માટે જ ટેસ્ટીંગ કરાવવાનુંહોય છે…!
કદાજ પોતાના કામથી કંટાળેલા અને સરકાર અને અમ્યુકોના અણઘડ નીતિને કારણે પેલો કર્મચારી કહે છે કે તેમને તો આ કામ ગમતુ જ નથી. અને ટેસટ્ગ માટે કોઇ ઉપરી અધિકારી ડો. તેજશ શાહનો સંપર્ક કરવા કહે છે અને તેમનો મો.નં. પણ આપીને જાણે કે પોતાની ફરજ પૂરી થઇ ગયાનો સંતોષ વ્યક્ત કરે છે.
આ ચોંકાવનારા કિસ્સામાંથી એવુ ફલિત થાય છે કે 104 હેલ્પલાઇનમાં કેવા ધાંધિયા અને લાલિયાવાડી ચાલે છે. 104માં જાણ કરવા છતાં કોરોના પોઝીટીવ દર્દીને દાખલ કરવા સરકારી વાહન મોકલવામાં આવતું નથી તો કોના માટે અને કયા બનાવમાં સરકારી વાહન મોકલાય છે….?
પરિવારના મુક્ય વ્યક્તિ સામેથી ગાજી ગાજીને તંત્રને, 104ને પેલા કોરોના વોરિયરને કહી રહ્યાં છે કે તેમના પરિવારમાં કોરોના પોઝીટીવ કેસ છે અને પરિવારના તમામ સભ્યોના ટેસ્ટીંગ કરો. પરંતુ તંત્ર માટે કોરોના મહામારી હવે જાણે કે રૂટીન બની ગયું હોય તેમ અથવા સરકાર કે અમ્યુકો પાસે ટેસ્ટીંગની સગવડ ઓછી હશે કે કેમ તેથી ટેસ્ટીંગનો ઇન્કાર કરાય છે. એક તરફ રોજેરોજ સરકારના પ્રવક્તા ડો. જયંતિ રવિ 3 હજાર ટેસ્ટીંગ કર્યા…4 હજાર ટેસ્ટીંગ કર્યા…નો દાવો મિડિયા સામે કરે છે. જ્યારે ગોરધનવાડીના આ બનાવમાં જાગૃત નાગરિક અને એવી વ્યક્તિ કે જેમના પત્નીને કોરોના પોઝીટીવ છે તેઓ સામે ચાલીને તંત્રને કહી રહ્યાં છે કે મહેરબાની કરાવીને તેમનું અવને પરિવારના તમામ સભ્યોનું ટેસ્ટીંગ કરાવો…પરંતુ તંત્રને તેની ચિંતા જ નથી. અને તમે જાતે જઇને ટેસ્ટીંગ કરાવોનું રટણ કરે રાખે છે…..!
હું તો નાનો કર્મચારી છું…..એમ કહીને છટકી જવાનું વલણ તેમાંથી નિકળે છે. 104માં સરનામુ લખવામાં ગોટાળા અને પોઝીટીવ દર્દી માટે સરકારી વાહન ન મોકલવું તે એક તપાસ માંગી લે તેવો કિસ્સો છે. સરકાર અને મ્યુનિ. કમિશ્નર વિજય નેહરા તેમના તંત્રના ભરપેટ વખાણ કરે છે, ટેસ્ટીંગમાં જાપાન કરતાં આગળ હોવાના બણંગા ફૂંકે છે અને ગોરધનવાડીના આ કિસ્સામાં તેમના તંત્ર દ્વારા ટેસ્ટીંગની ના પાડીને નિલેશભાઇના પરિવારના સભ્યોના જાન જોખમમાં મૂકવામાં આવ્યાં તેનું શું….? શું લક્ષણો દેખાય તો જ ટેસ્ટીંગ કરવાની નીતિ છે….શું ત્યાં સુધી એ પરિવારને અને આખી સોસાયટીને વિના કારણે 14 દિવસના કોરોન્ટાઇનમાં મૂકીને છટકી જવાની મનોવૃતિ નથી…?
આ કિસ્સો દર્શાવે છે કે અમ્યુકો અને 104 દ્વારા કેવી લાલિયાવાડી ચાલે છે. જે રોગથી આખી દુનિયા ડરી રહી છે એ રોગને તંત્ર કેટલી હળવાશથી લઇ રહી છે એ પણ ચોંકાવનારી બાબત છે. તંત્ર દ્વારા તેની તપાસ કરીને જે કોઇ જવાબદાર હોય તેમની સામે પગલા ભરીને લોકોમાં તંત્ર પ્રત્યે વિશ્વાસ ટકી રહે તેવી કાર્યવાહી થવી જોઇએ. આ કિસ્સા પરથી લાગે છે કે કોરોના ફેલાતો રોકવા તંત્રને કોઇ રસ નથી. જો તેમ ના હોત તો નિલેશભાઇ અને તેમના પરિવારના અન્ય સભ્યોના ટેસ્ટીંગ માટે કેમ ના પાડવામાં આવી તે પણ એક તપાસનો મુદ્દો છે. સરકારી વાહન દર્દી માટે છે કે અમ્યુકોના કોઇ અધિકારીના ઉપયોગ માટે…? 104માં શું બધા એવા જ છે કે જેની પાસે કોઇ ચોક્સ જવાબ જ નથી અને જા બીલી….ની જેમ ખો…આપવાનું કામ ચાલે છે…? સંવેદનશીલ સરકાર માટે આ કિસ્સો આંખ ઉઘાડનારો છે. જો જાગૃત નાગરિક સાથે જ આવુ વર્તન અને તેને સારવાર તથા ટેસટ્ગ માટે બાઇ ભાઇ ચારણીની જેમ ભટકવુ પડે તો કોણ ટેસ્ટીંગ માટે તૈયાર થશે….? પછી તો અમદાવાદ ચીનનું વુહાન ન બને તો શું બનશે…..?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશરમજનક….. માવો ખાઇને જાહેરમાં થુંકતા ભાજપના ધારાસભ્યનો વિડિયો વાયરલ…
Next articleગાંધીનગરમાં કોરોનાને હરાવવા રાજીવ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ 17 મુદ્દાનો એકશન પ્લાન તૈયાર