Home ગુજરાત ગાંધીનગર 102માં આંતરરાષ્ટ્રીય સહકારી દિવસે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહની મહત્ત્વની જાહેરાત 

102માં આંતરરાષ્ટ્રીય સહકારી દિવસે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહની મહત્ત્વની જાહેરાત 

24
0

(જી.એન.એસ) તા. 6

ગાંધીનગર,

ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે, ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં યોજાએલ 102માં આંતરરાષ્ટ્રીય સહકારી દિવસે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે એક ખૂબ મહત્ત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, હવે નેનો યુરીયામાં 50 ટકા સબસિડી મળશે. આ ઉપરાંત મકાઈના ટેકાના ભાવની ખરીદી કરાશે. સહકારી ક્ષેત્ર મકાઇની ખરીદી કરશે. તેલીબિયાની ખરીદી પણ સહકારી ક્ષેત્ર ટેકાના ભાવથી કરશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરથી કેન્દ્ર સરકારની યોજના ‘એજીઆર-2’ લોન્ચ કર્યુ હતું. તેઓએ અહીં 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ સંબંધિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દિવસ કેન્દ્રીય સહકારી મંત્રાલયનો ત્રીજો સ્થાપના દિવસ પણ છે. આ ઉપરાંત તેમણે મકાઈના ઉત્પાદન પર પણ ભાર મૂક્યો હતો, જેથી તેનો ઇથેનોલ બનાવવા માટે ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત તેમણે ફૂડ સિક્યોરિટીની સાથે એનર્જી સિક્યોરિટી અને ઉર્જા આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી છે. સરકાર નેનો-ફર્ટિલાઇઝર્સ પર 50 ટકા સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાતનો હેતુ નેનો-ખાતરને ખેડૂતોમાં લોકપ્રિય બનાવવાનો છે. તેની સાથે જ ખેડૂતો માટે ખેતીનો ખર્ચ પણ ઘટશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 6 જુલાઈએ તેનું લોકાર્પણ કર્યુ હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએસ્પિરેશનલ બ્લોક નિઝર અને કુકરમુંડાના સર્વાંગી વિકાસ માટે ‘સંપૂર્ણતા અભિયાન’નો પ્રારંભ કરાવતા તાપી કલેકટર ડો. વિપિન ગર્ગ
Next articleમુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વમાં પ્રો પિપલ-પ્રો એક્ટિવ ગવર્નન્‍સનું પ્રેરક દ્રષ્ટાંત પૂરું પાડતું ગુજરાતનું પ્રશાસનિક તંત્ર