(જી.એન.એસ), તા.૧
શું વધતી ટ્રેન દુર્ઘટનાઓને રોકવા માટે એવું કોઈ સોફ્ટવેર બનાવી શકાય કે નહીં? કે જેની મદદથી પાટા તો ચેક થાય જ પરંતુ ઓટોમેટિક વોર્નિંગ પણ મળે. આવા જ લગભગ 600 જેટલા મહત્વના સવાલોના જવાબ શોધવા માટે કેન્દ્ર સરકારે આજે એક અનોખી મેરેથોન પહેલ શરૂ કરી છે. સતત 36 કલાક ચાલનારા આ કાર્યક્રમમાં લગભગ 10000 વિદ્યાર્થીઓ ભાગ લેશે. કાર્યક્રમનો એક ખાસ પહેલુ એ પણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં સંબોધન કરવાના છે.
કાર્યક્રમનું નામ ‘સ્માર્ટ ઈન્ડિયા હેકેથોન’ 2017 છે. આ કાર્યક્રમ આજે સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ ગયો. કાર્યક્રમ દેશના અલગ અલગ 26 સ્થળો પર થઈ રહ્યો છે જેનું સમાપન રવિવારે સાંજે 8 વાગ્યે થશે. એવી આશા છે કે પીએમ મોદી શનિવાર રાતે દસવાગ્યે આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ દરેક લોકેશનના કામને દેખરેખ ભારત સરકારનું એક મંત્રાલય કરશે. કેટલાક પસંદગીના જૂથો 36 કલાક સુધી સતત બેસશે અને પ્રોગ્રામિંગ દ્વારા સમસ્યાનો ડિજિટલ ઉકેલ લાવવાની કોશિશ કરશે. કેટલાક ખાસ પ્રકારના સોફ્ટવેર કે મોબાઈલ એપ તૈયાર કરવામાં આવશે.
પીએમ મોદીએ નવરાત્રીનું વ્રત રાખ્યું છે પરંતુ આમ છતાં તેઓ વ્યસ્ત શિડ્યૂલ અને ઉપવાસ હોવા છતાં સમય કાઢીને હોશિયાર યુવા ટેક્નોલોજી એક્સપર્ટ્સને સંબોધિત કરશે. એવી આશા છે કે તેઓ કૂટનીતિ, ટેક્નોલોજી, આધ્યાત્મથી લઈને ઈન્ફ્રાસ્ટ્રેક્ચર સુધીના મુદ્દાઓ પર વાત કરશે. કાર્યક્રમનો હેતુ યુવાઓ અને ખાસ કરીને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓમાં ઈનોવેશન અને ‘આઉટ ઓફ ધી બોક્સ’ વિચારોને પ્રોત્સાહન આપવાનું છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ આ ઈવેન્ટ માટે 29 મંત્રાલયો અને વિભાગોએ સામાજિક મહત્વવાળી 598 સમસ્યાઓની ઓળખ કરી છે. જેમ કે રેલવે મંત્રાલયે પાટાઓની ખરાબ હાલતને ધ્યાનમાં રાખીને નિયમિત નિગરાણીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. રેલવેને એક એવા સોફ્ટવેરની તલાશ છે જેના દ્વારા પાટાઓની હાલત પર ધ્યાન રાખી શકાય અને ઓટો વોર્નિંગ મેસેજ મળી શકે કે જેથી કરીને તરત મરમ્મત થવાથી સંભવિત અકસ્માતો ટાળી શકાય.
કાર્યક્રમમાં ભાગ લેવા માટે 28 રાજ્યોના 10000 સ્પર્ધકોની 1266 ટીમોને શોર્ટલિસ્ટ કરાઈ છે. આ ટીમો કાર્યક્રમ દરમિયાન વિવિધ સમસ્યાઓના ડિજિટલ પ્રકારથી ઉકેલ લાવવાની કોશિશ કરશે. કાર્યક્રમમાં ભાગ લેવા લઈ રહેલા વિદ્યાર્થીઓને ઓનલાઈન ટ્રેનિંગ આપવા માટે 2100 ગાઈડ નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. એક અધિકારીના જણાવ્યાં મુજબ કાર્યક્રમ દરમિયાન ડેવલપ કરવામાં આવેલા સોફ્ટવેરનું મૂલ્યાંકન મંત્રાલયો અને ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એક્સપર્ટ કરશે. સૌથી સારા કામ બદલ એક લાખ રૂપિયા અને બીજા અને ત્રીજા નંબરે આવનારા માટે ક્રમશ 75000 અને 50000 રૂપિયાના ઈનામ રખાયા છે. એવોર્ડ મેળવનારા સોફ્ટવેરનો ઉપયોગ વિવિધ મંત્રાલય અને વિભાગ સરકારી સિસ્ટમને સુધારવા માટે કરશે. જરૂર પડી તો આ સોફ્ટવેર્સને અપગ્રેડ પણ કરાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.