વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન છે. ત્યારે બીજા તબક્કામાં જ્યાં મતદાન યોજાનાર છે, તેવી બેઠકો ઉપર તમામ પક્ષો દ્વારા પ્રચાર અભિયાન તેજ બનાવી દેવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર જંગી બહુમતીથી વિજય મેળવે તે આશયથી કાલોલ વિધાનસભા વિસ્તારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાળ જાહેર સભાને સંબોધી હતી. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં મોરવા હડફ આદિવાસી બેઠક ઉપર નિમિષાબેન સુથારને, શહેરા બેઠક ઉપર જેઠા ભરવાડને, ગોધરા બેઠક ઉપર સી.કે.રાહુલજીને અને હાલોલ બેઠક ઉપર જયદ્રથસિંહજી પરમારને પુનઃ તક આપવામાં આવી છે. જ્યારે કાલોલ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ એક સમયની રાજગઢ બેઠક અસ્તિત્વમાં હતી. જ્યાંથી ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવનાર ઘોઘંબા તાલુકાના ફતેસિંહ ચૌહાણને તક આપવામાં આવી છે.
જિલ્લાની કાલોલને બાદ કરતાં બાકીની ચાર બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોને પુનઃ તક આપતા કેટલાક જૂના કાર્યકરોમાં અસંતોષ વ્યાપ્યો હતો. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પંચમહાલ જિલ્લાની આ તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી પોતાનો કબજે કરી રાખવામાં સફળ રહે તે માટેના તમામ પ્રયત્નો હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. તમામ પાંચ બેઠકોના ઉમેદવાર, ભાજપના સંસદ સહિત પંચમહાલ ભાજપના હોદ્દેદારો અને તમામ બેઠકોમાંથી ભાજપના ઉમેદવારોના વિજય નિશ્ચિત સાથે ઉપસ્થિત રહેલા કાર્યકરોની જંગી જનમેદનીને પીએમ મોદીએ સંબોધી હતી. આ સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ચાલી રહેલી મતદાન પ્રક્રિયામાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ચૂંટણીમાં મતદારો તમામ રેકોર્ડ તોડી નાખશે. ભાજપની સરકાર બનાવવાનો ઉત્સાહ ગુજરાતની પ્રજાનું ભલું કરવાના સંકલ્પ અને ભરોસા સાથે ભાજપને સમર્થન મળી રહ્યું છે. આજના દિવસને ઐતિહાસિક ઘટના ગણાવતા કહ્યું કે, મા કાલીના આશીર્વાદથી જી-20ના દેશોની સમીટના પ્રમુખ પદે દેશ બિરાજમાન થયું છે. પંચમહાલ જિલ્લાના આ વિસ્તારમાં હું સ્કૂટર ઉપર ફરેલો છું, ભૂતકાળમાં આ વિસ્તારમાં કોઈ સુવિધા ન હતી. તેમ કહેતા આત્મ નિર્ભર ભારતની વાત કરી વિપક્ષની સરકારની કટકી કરવાની નીતિઓ ઉપર ચાબખા માર્યા હતા. કાલોલમાં એક સમયે જ્યોતિગ્રામ યોજનાની રાજ્યમાં શરૂઆત કરી ત્યારે રાષ્ટ્રપતિને લાવી કાલોલમાંથી રાજ્યના વિકાસની શરૂઆત કરી હતી, એ પ્રસંગ યાદ કરાવ્યો હતો.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે દ્વારા કરવામાં આવેલી 100 માથાવાળા રાવણની ટીપ્પણી પર કહ્યું, કોંગ્રેસ પાર્ટીને ખબર નથી આ રામભક્તોનું ગુજરાત છે. રામભક્તોની સામે એમના પાસે બોલાવડાવવામાં આવ્યું કે, તમે મોદીને 100 માથાવાળો રાવણ કહો. કોંગ્રેસ રામના અસ્તિત્વને જ સ્વીકાર કરતી નથી. અયોધ્યાના રામ મંદિરમાં પણ વિશ્વાસ નથી, એમનો તો રામસેતુ સામે પણ વાંધો. મને ગાળો બોલવા માટે રામાયણમાંથી રાવણ લઈ આવી બોલો. મને આશ્ચર્ય એ વાતનું છે કે, આટલા અપશબ્દો બોલવા છતાં કોંગ્રેસે ક્યારેય પશ્ચાતાપ પણ વ્યક્ત કર્યો નથી. કોંગ્રેસ પાર્ટી દેશના વડાપ્રધાનને નીચા દેખાડવા તેને પોતાનો અધિકાર સમજે છે.
કોંગ્રેસનો ભરોસો લોકતંત્રમાં એક પરિવાર પર છે. પરિવારને ખુશ કરવા જે કંઈ કરવું પડે તે એક ફેશન થઈ ગઈ છે. કોંગ્રેસમાં તો મોદીને કોણ વધારે, મોટી અને તીખી ગાળો બોલે એની સ્પર્ધા ચાલે છે. વધુમાં તેમણે બક્ષીપંચ એટલે કે ઓબીસી માટે કમિશન બનાવાનું કામ અપડે કર્યું અને સંવિધાનીક દરજ્જો પણ આપી દીધો છે. ઓબીસીના સૌથી વધુ એમપી અને એમએલએ ભાજપે આપ્યા છે. આદિવાસીઓ માટે પણ અલગ મંત્રાલય ભાજપે બનાવ્યું છે. જનજાતિના ગૌરવ માટે બિરસમુંડાના જન્મ દિવસને ગૌરવ દિવસ મનાવે છે. થોડા સમય પહેલા અંહી માનગઢ અને જાંબુઘોડાની મુલાકતની પણ વાત કરી હતી.
ઉમરગામથી અંબાજીના આદિવાસી પટ્ટા ઉપર 20 વર્ષ પહેલાં શાળાઓના ઠેકાણા ન હતા, ભાજપે 10 હજાર શાળાઓ બનાવી, 2 યુનિવર્સીટીઓ ઉભી કરી છે. એક મેડિકલ કોલેજ સહિત ગ્રામીણ વિસ્તારનો આદિવાસી સ્વમાનભેર જીવે એટલે રોડ-રસ્તા અને પાણી સહિત પાકા મકાનોની વ્યવસ્થા ભાજપની સરકારે કરી હોવાનું જણાવ્યું હતુ. મા કાર્ડ, જનધન યોજના જેવી અનેક યોજનાઓથી છેલ્લા પચ્ચીસ વર્ષમાં ગુજરાત પ્રગતિએ પહોચ્યું છે. એમ કહેતા ગામડે-ગામડે એક એક પોલિંગ બુથ ઉપર ભાજપ તરફી મતદાન કરવા સંકલ્પ કરવા જણાવ્યું હતું. અંતમાં કર્મભૂમિમાં પ્રચાર માટે આપડા મોદી આવ્યા હતા અને સૌને પ્રણામ પહોંચાડ્યા કહી મારા માટે વડીલોના આશીર્વાદ જરૂર માંગજો કહી સંબોધન પૂર્ણ કર્યું હતું.
પંચમહાલ જિલ્લાની મોરવાહડપ એ આદિવાસી બેઠક છે. એ સહિત શહેરા, ગોધરા, કાલોલ અને હાલોલ આ સામાન્ય બેઠકો છે. 2017ના પરિણામોની જો વાત કરીએ તો આ તમામ પાંચ બેઠકો પૈકી ચાર બેઠક ઉપર ભાજપે જીત મેળવી હતી, તો એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. મોરવા હડફ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાંટે જીત મેળવી હતી.
પરંતુ તેમના આદિજાતિના સર્ટિફિકેટને લઈને વિવાદ થતા આ બેઠક ઉપર 2020માં પુનઃ પેટા ચૂંટણી આવતા આ બેઠક ભાજપે કબજે કરી હતી. 2020માં આ બેઠક ઉપર નિમિષા બેન સુથાર વિજેતા બન્યા હતા. રાજ્યના મંત્રી મંડળનું વિસ્તરણ થતા નવા મંત્રી મંડળમાં તેઓને તક આપવામાં આવી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.