હવામાન વિભાગ દ્વારા 10 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ઠંડીનો પારો વધારે ગગડવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં હજુ 1થી 2 ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે તો રાજ્યમાં લઘુત્તમ તાપમાન 10 ડીગ્રી આસપાસ રહી શકે છે. પવનની ગતિ 15થી 20 કિમી કલાકની રહેશે.બર્ફિલા પવનને કારણે કચ્છમાં કોલ્ડવેવની પરિસ્થિતિ યથાવત્ રહી છે. પવનદેવના ઠંડા મિજાજ સામે ભગવાન સૂર્યનારાયણનો મિજાજ નરમ રહેતા કચ્છમાં કોલ્ડવેર જારી રહ્યો છે.
રાજકોટના તાપમાનની જો વાત કરીએ તો જો બુધવારે રાજકોટમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી પર રહ્યું હતું. જ્યારે મહતમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું. તેમજ 5થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. પણ ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી અને મહતમ તાપમાન 31 ડિગ્રી નોંધાવાની હવામાન વિભાગનું માનવું છે. તેમજ 10થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાજકોટ શહેરમાં છેલ્લા 4 દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે.
ખાસ કરીને છેલ્લા બે દિવસથી પારો 10 ડિગ્રી સેલ્સિયસથી સહેજ ઉપર રહ્યો અને પારો ગગડીને 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જ્યારે મહત્તમ તાપમાન 28.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. સવાર સુધી તાપમાન 13 ડિગ્રી અને 10 સુધી 14 ડિગ્રીની આસપાસ જ રહ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સિઝનમાં આ સમયે ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ રહેતું હોય છે તેની સામે રાજકોટમાં હાલ ન્યૂનતમ તાપમાન નોંધાઈ રહ્યું છે તે સામાન્ય કરતા 3 ડિગ્રી જેટલું ઓછું છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.