દેશમાં નેશનલ હાઈવે પર વસૂલાતા ટોલ ટેક્સ પર સરકારનો મોટો નિર્ણય
(જી.એન.એસ) તા. 17
નવી દિલ્હી,
દેશમાં નેશનલ હાઈવે પર વસૂલવામાં આવતા ટોલ ટેક્સ પર હવે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે જેમાં 1 મે, 2025થી FASTag ના સ્થાને એક નવી સેટેલાઈટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે માહિતી આપી હતી. આગામી 15 દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરાશે. જે પ્રવાસીઓ માટે વધુ અનુકૂળ અને સંતોષજનક રહેશે. આ સુવિધાથી વધુ પડતો ટોલ ટેક્સ કપાઈ જવાની ફરિયાદોમાંથી મુક્તિ મળશે. ટોલ ટેક્સમાં પારદર્શિતા વધશે.
કેન્દ્ર સરકાર જે નવી ટોલ સિસ્ટમની વાત કરી રહી છે, તેનું નામ છે ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (GNSS). આ એક જીપીએસ આધારિત પ્રણાલી છે. જેમાં વાહનનું લોકેશન સેટેલાઈટની મદદથી ટ્રેક કરવામાં આવશે. અને તેના આધારે અંતર અનુસાર ટોલ ચાર્જ સીધો બેન્ક એકાઉન્ટમાંથી કપાશે. એટલે હવે ટોલ પ્લાઝા પર રોકાવાની કે રાહ જોવાની જરૂર પડશે નહીં.
FASTag પ્રણાલીમાં કેશના સ્થાને ડિજિટલ પેમેન્ટ હોય છે. પરંતુ તેમાં વ્હિકલને ટોલ બૂથ પર અટકાવવુ પડે છે. ઘણીવખત લાંબી કતારોમાં રાહ પણ જોવી પડે છે. જ્યારે GNSS પ્રણાલી વર્ચ્યુઅલ ટોલ બૂથ મારફત કામ કરે છે. જેમાં ટોલની ગણના વાહનના ટ્રેકિંગના આધારે થાય છે. અને બેન્ક ખાતામાંથી સીધી ચૂકવણી થાય છે. આ પ્રણાલી અગાઉ 1 એપ્રિલે લાગુ થવાની હતી. પરંતુ અમુક ટેક્નિકલ અને પ્રશાસનિક કારણોસર તેનો અમલ સ્થગિત કરવામાં આવ્યો હતો. હવે 1 મે, 2025થી સંપૂર્ણ દેશમાં આ સિસ્ટમ લાગુ કરાશે.
ફાસ્ટેગનો ઉપયોગ કરતાં લોકો 30 એપ્રિલ, 2025 સુધી જ તેનો ઉપયોગ કરી શકશે. બાદમાં પોતાની ગાડીમાં સરકાર દ્વારા રજિસ્ટર્ડ જીપીએસ ડિવાઈસ લગાવવામાં આવશે. આ નવી સિસ્ટમને બેન્ક ખાતા સાથે લિંક કરવામાં આવશે. સિસ્ટમ સંપૂર્ણપણે ચાલુ થઈ ગયા બાદ ફાસ્ટેગ સ્ટિકર હટાવી દેવામાં આવશે. સરકારે જીપીએસ ઈન્સ્ટોલેશન અને નવી સિસ્ટમ સમજાવવા માટે જાગૃત્તિ અભિયાન ચલાવવાની તૈયારી કરી છે. ખાનગી કાર માલિકોથી માંડી ટ્રક અને ટ્રાન્સપોર્ટ સેક્ટર સુધી તમામ માટે આ સ્માર્ટ સિસ્ટમ સુવિધાજનક સાબિત થશે.
કેન્દ્ર સરકારની નવી સિસ્ટમના ફાયદા:-
- ટોલ બૂથ પર રોકાવું નહીં પડે, ટોલ ટેક્સ સીધો બેન્ક ખાતામાંથી કપાશે
- જેટલી મુસાફરી, તેટલો જ ટોલ ચૂકવવો પડશે. જેથી ખર્ચમાં ઘટાડો થશે
- ઈંધણ વપરાશ અને પ્રદુષણમાં ઘટાડો થશે
- રોકાણ કર્યા વિના સુરક્ષિત પ્રવાસમાં સુધારો થશે
- ટોલ ટેક્સ અને બિલિંગમાં સંપૂર્ણપણે પારદર્શિતા આવશે
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.