Home ગુજરાત 1 કરોડ 26 લાખ હિન્દીભાષીની માંગ, ભાજપ અલ્પેશને ટિકિટ ન આપે

1 કરોડ 26 લાખ હિન્દીભાષીની માંગ, ભાજપ અલ્પેશને ટિકિટ ન આપે

907
0
SHARE

(જી.એન.એસ,રવિન્દ્ર ભદૌરિયા),તા.૨૪
ઉત્તર ભારતીય વિકાસ પરિષદના અમદાવાદ શહેર અધ્યક્ષ ડો. ત્રિભુવને જણાવ્યું કે આખા ગુજરાતમાં લગભગ 1 કરોડ 26 લાખ હિન્દી ભાષી ગુજરાતના અલગ અલગ ગામડાઓ સિટીઓમાં વસે છે. પરંતુ અલ્પેશ ઠાકોરના આ ભડકાઉ ભાષણથી સમગ્ર ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી. અને પરપ્રાંતીય લોકો ગુજરાતમાંથી વધારે સંખ્યામાં પલાયન કરવા લાગ્યા. તે સમયે ગુજરાતભરમાંથી લગભગ લાખો હિન્દીભાષી લોકો ગુજરાત છોડી ડરના કારણે પોતાના વતન પરત ફરી ગયા હતા. પરંતુ આજે તે ઘટના બીજી વખત ન થયા તે માટે આજે ગુજરાત સમક્ષ 1 કરોડ 26 લાખ હિન્દીભાષી લોકોની માંગ છે કે અલ્પેશ ઠાકોરને રાધનપુરથી અથવા કોઈ પણ જગ્યા થી ટિકિટ ન આપે. જો ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપશે તો એનું પરિણામ ભોગવવા ભાજપ પાર્ટી તૈયાર રહે.
અધ્યક્ષ ડો. ત્રિભુવને જણાવ્યું કે અલ્પેશ ઠાકોર જે દિવસથી રાજનીતિમાં આવ્યો ત્યારથી જ અન્ય રાજ્યોના લોકોને રોજગારી માટે ટાર્ગેટ કરતો આવ્યો છે. જેમાં ખાસ કરીને ઉત્તરપ્રદેશ,બિહાર,મધ્યપ્રદેશના લોકોને ટાર્ગેટ કરતો હતો. પરંતુ આજે ઉત્તરભારતીય વિકાસ પરિષદ જાહેર કરે છે જો અલ્પેશ ઠાકોર રાધનપુરથી જીત પ્રાપ્ત કરશે તો તે દિવસને અમે કાળો દિવસ તરીકે ઉજવીશું. અને ગુજરાતના દરેક રાજ્યોમાં આ પરિષદ દિવસની ઉજવણી કરશે. એટલે ઉત્તર ભારતીય વિકાસ પરિષદની ગુજરાત ભાજપને વિનંતી કરે છે કે અલ્પેશ ઠાકોરને ટિકિટ ન આપે કારણ કે જ્યારે અલ્પેશ કોંગ્રેસ માં હતો ત્યારે એટલી મોટી ઘટનાને મોટો સ્વરૂપ આપી દીધો અને જે દિવસે સત્તામાં આવશે તો શું કરશે તે એક સવાલ ઉત્તરભારતીય વિકાસ પરિષદના મન માં થાય છે.

Print Friendly, PDF & Email