Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી 1 એપ્રિલથી NPS અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર થશે

1 એપ્રિલથી NPS અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર થશે

84
0

(જી.એન.એસ),તા.૨૬

નવીદિલ્હી,

માર્ચ મહિનો પૂરો થઇ રહ્યો છે અને ૧ એપ્રિલે નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે ઘણા મોટા ફેરફાર જોવા મળશે જે સીધી તમારા રોજિંદા આર્થિક વ્યવહારને અસર કરશે. NPS એકાઉન્ટમાં લોગ ઇન કરવા હવે તમારે ટુ ફેક્ટર વેરિફિકેશન કરવું પડશે. સાયબર ફ્રોડ અને ખાતાધારકોને છેતરપિંડીથી બચાવવા લોગીન સિસ્ટમને વધુ સિક્યોર બનાવવામાં આવી છે. બદલાયેલ નિયમ 1 એપ્રિલ 2024 થી લાગુ પડશે.

SBI ક્રેડિટ કાર્ડ નિયમોમાં પણ બદલાવ જોવા મળશે. હવે ભાડાની ચુકવણી પર મળતા રિવોર્ડ પોઈન્ટ 1લી એપ્રિલથી મળશે નહીં. આ ઉપરાંત ઘણી સુવિધાઓ અંગે પણ SBI એ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. યસ બેંકના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ૧ એપ્રિલ 2024 થી ફેરફાર જોવા મળશે. હવે ગ્રાહકોને નાણાકીય વર્ષના એક ક્વાર્ટરમાં ઓછામાં ઓછા રૂપિયા 10,000 ખર્ચવા પર ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જમાં મફત પ્રવેશ મળશે. aa niym ICICI બેંકના ક્રેડિટકાર્ડ ધારકોને 35000 રૂપિયાના ખર્ચની મર્યાદા પર લાગુ પડશે OLA મની વૉલેટના નિયમોમાં ફેરફાર જોવા મળશે. OLA એ તેના ગ્રાહકોને SMS મોકલીને કહ્યું છે કે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ)વોલેટ સેવાની મર્યાદા વધારીને રૂપિયા 10,000 સુધી કરવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહારાષ્ટ્રના થાણેમાં હોળીના દિવસે ઉપવાસ કરી રહેલા મુસ્લિમ યુવક સાથે દુર્વ્યવહારરોજાનો ઉપવાસ હોવા છતાં મોઢામાં રંગ ભરી દેતા યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી
Next articleઈન્ડિગોની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ એવિએશનના શેર રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા