Home મધ્ય ગુજરાત અમદાવાદ ૩૬મા વાર્ષિકોત્સવનાં ઉજવણી પર્વે : પ્રધાનમંત્રીના ભારતને આર્થિક મહાસત્તા બનાવવાનાં સંકલ્પને સિદ્ધ...

૩૬મા વાર્ષિકોત્સવનાં ઉજવણી પર્વે : પ્રધાનમંત્રીના ભારતને આર્થિક મહાસત્તા બનાવવાનાં સંકલ્પને સિદ્ધ કરવા ગુજરાત રાજ્ય સેવા સમિતિ કટીબધ્ધ

23
0

*-*-*-*

દેશને આર્થિક મહાસત્તાનાં શિખરે સ્થાપિત કરવાનાં સંકલ્પ સાથે સ્વ. શ્રી સુરેન્દ્રસિંહજી રાજપૂતને શ્રદ્ધાંજલિ

*-*-*-*

(જી.એન.એસ), તા.૨૦

અમદાવાદ

સ્વતંત્રતાનો પવન સુખ આપનારો હોય છે પરંતુ આ સ્વતંત્રતા માટે ભારત દેશની માટીમાંથી જન્મેલા કેટલાય નામી અનામી દેશભક્તોએ પોતાના પ્રાણની આહુતિ સ્વતંત્રતાનાં યજ્ઞમાં આપી હતી તે ભૂલાય નહીં અને સ્વતંત્રતા સસ્તી ના લાગે તે માટે ૩૬ વર્ષ પહેલા સ્વ. શ્રી સુરેન્દ્રસિંહજી રાજપૂતે સેવાયજ્ઞને માધ્યમ બનાવી ગુજરાત રાજ્ય સેવા સમિતિની સ્થાપના કરી હતી. આઝાદીનાં લડવૈયાઓનાં રક્તથી પવિત્ર બનેલી દેશની માટીથી દેશવાસીઓને દેશ પ્રત્યે પોતાની જવાબદારીની સમજ આપી વિદેશી લોકો ફરી ઈસ્ટ ઈન્ડિયા કંપની જેવા નામ ધારણ કરી દેશને ગુલામ ના બનાવી શકે તે માટે સમાજમાં વ્યસન મુક્ત યુવાનો અને સ્ત્રી સશક્તિકરણની જરૂરીયાતને સમજનારા ગુજરાત રાજ્ય સેવા સમિતિ આદ્યસ્થાપક સ્વ શ્રી સુરેન્દ્રસિંહજી રાજપૂતને તેમની પ્રથમ પુણ્યતિથિ પર કર્મરૂપે શ્રધ્ધાંજલિ અર્પણ કરી સંસ્થાનાં ૩૬માં વાર્ષિકોત્સવ નિમિત્તે આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત વર્ષ ૨૦૧૪ પહેલાંનું ભારત અને વૈશ્વિક નેતા અને દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૯ વર્ષનાં સુશાસન બાદ ભારતની મજબૂત વૈશ્વિક છબી અને વર્ષ ૨૦૪૭ સુધી વૈશ્વિક આર્થિક મહાસત્તા સુધી પહોંચવાનાં સંકલ્પને સિદ્ધ કરવા માટે “મારી માટી મારો દેશ” અભિયાન હેઠળ અમદાવાદમાં દિનેશ હોલ ખાતે ગુજરાત રાજ્ય સેવા સમિતિ દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, પ.પૂ સંત શ્રી સ્વામિ પરમાત્માનંદ સરસ્વતી, હરીયાણા રાજ્યના માજી મંત્રી છત્રપાલ સિંહ, સાંસદ હસમુખભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ  નરહરિભાઈ અમિન, ડિરેક્ટર ઓફ પ્રોસીકયુશન જગરૂપસિહ રાજપૂત, ગુજરાત રાજ્ય સેવા સમિતિનાં અધ્યક્ષ સ્વપ્નિલસિંહ રાજપૂત અને  યુવાધ્યક્ષ મિતેષસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતાં.

દેશની માટી ઝેર મુક્ત બને અને “સ્વસ્થ દેશ સમૃધ્ધ ખેડૂત” દેશની ઓળખ બને તે માટે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી માનનીય આચાર્ય દેવવ્રતજીનાં સંકલ્પબળથી પ્રાકૃતિક કૃષિ આજે રાજ્યમાં પ્રચલિત બની છે. આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની સમજ આપવા માટે ગુજરાત રાજ્ય સેવા સમિતિ સાથે જોડાયેલા ખેડૂત મિત્રોનાં ઓછા ખર્ચમાં શુધ્ધ ઉત્પાદન કરવાનાં પ્રયત્નોને પ્રોત્સાહન આપવા માટે મહામહિમ રાજ્યપાલશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષય પર વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

૩૬ વર્ષથી કેન્દ્ર તથા રાજય સરકારની પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ અને જનસાધારણ લાભાર્થીઓ વચ્ચે સેતુ સમાન ગુજરાત રાજ્ય સેવા સમિતિ હવે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વૈશ્વિક આર્થિક મહાસત્તા બનવાનાં સંકલ્પને સિદ્ધ કરવા માટે વિવિધ ક્ષેત્રોનાં તજજ્ઞો અને ઉધોગ સાહસિકોને મદદરૂપ બની લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વધુમાં વધુ રોકાણકારો આવી સમૃદ્ધિ અને રોજગારનું સર્જન કરે તે માટે એક નવા સ્વરૂપે પણ કાર્યરત છે.  દેશમાંથી ગરીબી, ભ્રષ્ટાચાર જેવા દુષણોને દૂર કરવા માટે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પની સફળતા માટે રાજ્ય સરકારનાં પ્રયત્નોને મદદરૂપ થવા માટે ગુજરાત રાજ્ય સેવા સમિતિ લોકોની વચ્ચે રહીને પ્રયત્નશીલ છે તેમ શ્રી સ્વપ્નિલસિંહ રાજપૂતે મક્કમતા પૂર્વક જણાવ્યું હતું.

પ.પૂ સંત શ્રી સ્વામિ પરમાત્માનંદ સરસ્વતીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કહ્યું કે છેલ્લા ૯ વર્ષનાં સુશાસન દરમિયાન જનસામાન્યનાં જીવનમાં આવેલ સુખાકારી પાછળ માનનીય પ્રધાનમંત્રી મોદીના પ્રયત્નોથી પ્રાપ્ત ડિજીટલ ક્રાંતિ, જન જન સુધી બેંકીંગ સેવાઓથી આવેલ બેંકીંગ ક્રાંતિ, સંરક્ષણ અને ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા, રેલવે, બંદરો અને ધોરીમાર્ગોનું ઝડપી વિસ્તરણ,  વર્ષોથી ઉપેક્ષિત પ્રવાસન ક્ષેત્રે હરણફાળ, જેવા પરિબળોનો સિંહ ફાળો રહ્યો છે. આવનારા સમયમાં સેમી કંડકટર ઉત્પાદન ક્ષેત્રમાં આવી રહેલું રોકાણ દેશની કાયાપલટ કરી નાખશે. આ તમામ સમૃધ્ધિમાં દેશનાં તમામ નાગરિકો સહભાગી બની શકે તે માટે ગુજરાત રાજ્ય સેવા સમિતિની ભૂમિકા મહત્વની સાબિત થશે.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા બહેનો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ઉધોગપતિઓ અને શહેરનાં વરિષ્ઠ પત્રકારોની ઉપસ્થિતિએ પ્રધાનમંત્રીનાં ૨૦૪૭ સુધી વિકસીત દેશનાં સંકલ્પની યથાર્થતા પુરવાર કરી રહી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસેવા કામગીરીને વેગ આપવાના ઉમદા આશયથી શિક્ષાપત્રી ફાઉન્ડેશન ગાંધીનગર અને જોકર્સ આઈ ઇવેન્ટસ્ ના સંયુક્ત ઉપક્રમે નિજાનંદ ફાર્મ, ગીફ્ટ સીટી, ગાંધીનગર ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન
Next articleઅમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કાર્યક્રમ ટાગોર હોલ ખાતે યોજાયેલ