Home ગુજરાત ૩૦મી જાન્યુઆરી-શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર

૩૦મી જાન્યુઆરી-શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર

27
0

શહીદ દિને સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે શહીદો પ્રત્યે શ્રદ્ધા-સન્માનની ભાવના જાગૃત થાય તે માટે સહકાર આપવા અપીલ

સાયરનની વ્યવસ્થા હોય ત્યાં સવારે ૧૦.પ૯ થી ૧૧.૦૦ કલાક સુધી સાયરન વગાડી બે મિનિટ માટે મૌન પાળવા સૂચના અપાશે

(જી.એન.એસ),તા.૨૯

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેવા વીર શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૪ને મંગળવારના રોજ શહીદ દિને સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને માન અર્પણ કરાશે. સમગ્ર રાજ્યમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.

મંગળવાર તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ જે સ્થળે સાયરનની વ્યવસ્થા હોય ત્યાં સવારે ૧૦.પ૯ થી ૧૧.૦૦ કલાક સુધી સાયરન વગાડી બે મિનિટ માટે મૌન પાળવા સૂચના અપાશે. સાયરન બંધ થાય કે તુરંત જ જ્યાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળશે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શક્ય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી છે. બે મિનિટ બાદ મૌનનો સમય પૂરો થયો છે, એમ બતાવવા બરાબર ૧૧.૦ર થી ૧૧.૦૩ કલાક સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવાનું રહેશે.

ગાંધીનગરમાં પણ સચિવાલય, સરકીટ હાઉસ, પ્રેસ, વિધાનસભા અને પાટનગર યોજના ભવન ઉપર સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે. જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતા આદેશો તમામ સંબંધિત કચેરીઓ દ્વારા બહાર પાડવામાં આવશે તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે. શહીદવીરો પ્રત્યે ઋણ અદા કરી મૌન પાળવાના આ અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ આપવા સૌને અપીલ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ’પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જિલ્લાના ઘોરણ- ૬ થી ૧૨ ના ૧ લાખ ૩૯ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ નિહાળ્યું
Next articleરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વડાપ્રધાનશ્રીના ‘પરીક્ષા પે ચર્ચા’માં જૂનાગઢથી જોડાયા