Home દુનિયા - WORLD ૨૦૨૫ સુધી ઘટી જશે ચીનની વસ્તી?

૨૦૨૫ સુધી ઘટી જશે ચીનની વસ્તી?

46
0

(જી.એન.એસ),તા.૧૭
બેઇજિંગ
ચીનમાં જન્મ દર રેકોર્ડ પર ધ્યાન આપતા સરકાર હવે હરકતમાં આવી ગઈ છે. મંગળવારે જિનપિંગ સરકારે પરિવારોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી ઘણા ભથ્થાની જાહેરાત કરી છે. આ બધુ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે અધિકારીઓએ ચેતવણી આપી છે કે ચીનમાં જનસંખ્યા ૨૫૨૫ સુધી ઘટના લાગશે. ચીન આ સમયે જનસંખ્યાના સંકટનો સામનો કરી રહ્યું છે. ૨૦૧૬માં બેઇજિંગે એક બાળકના નિયમને ખતમ કરી દીધો હતો અને વર્ષ ૨૦૨૧માં ત્રણ બાળકો પેદા કરવાની મંજૂરી આપી હતી. પરંતુ તેમ છતાં છેલ્લા પાંચ વર્ષમાં જન્મદરમાં ખુબ ઘટાડો જાેવા મળ્યો છે. મંગળવારે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે કેન્દ્ર અને પ્રાંતીય સરકારોને પ્રજનન સ્વાસ્થ્ય પર ખર્ચ વધારવા અને દેશભરમાં ચાઇલ્ડકેર સેવાઓમાં સુધાર કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે સ્થાનીક સરકારોને જણાવ્યું કે સક્રિય પ્રજનન સહાયતા ઉપાયોને લાગૂ કરવાની જરૂરીયાત છે. તેમાં સબ્સિડી, ટેક્સ છૂટ, સારો સ્વાસ્થ્‌ વીમો, યુવા પરિવારો માટે શિક્ષણ, આવાસ અને રોજગાર સહાયતા પ્રદાન કરવી સામેલ છે. સાથે તે પણ સલાહ આપવામાં આવી છે કે બધા પ્રાંતો વર્ષના અંત સુધી બેથી ત્રણ વર્ષની ઉંમરના બાળકો માટે નર્સરી ઉપલબ્ધ કરાવે. આ સિવાય ચીનના અમીર શહેરોમાં મહિલાઓને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવા ટેક્સ અને હાઉસિંગ ક્રેડિટ, શિક્ષણ લાભ અને રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી છે. નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સના આંકડા પ્રમાણે ચીનનો જન્મદર છેલ્લા વર્ષે પ્રતિ ૧૦૦૦ લોકો પર ૭.૫૨ ટકા સુધી પડી ગયો છે. ૧૯૪૯મા રેકોર્ડ શરૂ થયા બાદ આ સૌથી ઓછી સંખ્યા રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુંબઈમાં ૨૪૩૫ કરોડના એમડી ડ્રગ્સ સાથે ૭ આરોપીઓની ધરપકડ
Next articleબ્રિટનને સપ્ટેમ્બરમાં નવા પ્રધાનમંત્રી મળશે