ભારતમાં લગભગ ૬૦ કરોડ કરતા વધારે લોકો હિન્દી લખી-વાંચી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી અલગ-અલગ શહેરોમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આવો જ એક રાષ્ટ્રીયકક્ષાનો કાર્યક્રમ સુરત શહેરમાં આગામી ૧૪-૧૫ સપ્ટેમ્બરનાં રોજ યોજાશે. જેમાં દેશનાં ગુહમંત્રી અમિત શાહ હાજરી આપશે.સુરતનાં ઇન્ડોર સ્ટેડીયમમાં યોજાનારા આ કાર્યક્રમમાં દેશનાં હિન્દી સાહિત્યનાં જાણીતા સમીક્ષકો, લેખકો, સાહિત્યકારો હાજરી આપશે.આગામી ૧૪-૧૫ સપ્ટેમ્બરે ગૃહ મંત્રી અમિત શાહ સુરત આવી શકે છે. આગામી ૧૪-૧૫ સપ્ટેમ્બરનાં રોજ સુરત શહેરમાં રાષ્ટ્રીય કક્ષાનાં ભાષા દિવસની ઉજવણી ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કરવામાં આવશે.ભારતની આઝાદી બાદ હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જાે ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના રોજ મળ્યો હતો. ત્યારથી દર વર્ષે આ તારીખ ‘હિન્દી દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.અંગ્રેજી, સ્પેનિશ, અને ઇન્ડોનેશીયાની મંદારિન બાદ હિન્દી દુનિયામાં ચોથી સૌથી વધુ બોલાતી અને જાણીતી ભાષા છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.