Home દુનિયા ૧૦ દિવસ પછી પૃથ્વી પર થઈ શકે છે વિનાશ! : નાસા

૧૦ દિવસ પછી પૃથ્વી પર થઈ શકે છે વિનાશ! : નાસા

44
0

(જી.એન.એસ),તા.૧૦
વોશિંગ્ટન
દુનિયામાં ઘણી વખત તબાહીની ખબરો સામે આવતી રહે છે. ઘણી વખત કહેવામાં આવે છે કે આ દિવસે દુનિયામાં પ્રલય આવશે તો કોઇ અન્ય દિવસની ભવિષ્યવાણી કરવામાં આવે છે. જાેકે અત્યાર સુધીમાં આ તમામ ભવિષ્યવાણીઓમાંથી કોઇ સાચી પડી નથી. જાેકે લોકોને વિશ્વાસ છે કે જાે દુનિયાનો અંત થશે તો અંતરિક્ષથી આવેલ ઉલ્કાપિંડથી જ થશે. જેની પાછળનું કારણ પણ પૃથ્વીનો ઇતિહાસ છે. ખરેખરમાં એવું માનવામાં આવે છે કે, ડાયનાસોરના વિલુપ્ત થવાનું કારણ પણ આવું જ કંઇ હતું, તેવી લોકોને શંકા છે. ઘણી વખત એવા અહેવાલો પણ સામે આવે છે કે આવા કોઇ દિવસે દુનિયાનો અંત આવશે. પરંતુ અત્યાર સુધી આવું કંઈ થયું નથી. ઘણી વખત વૈજ્ઞાનિકોએ એવો દાવો કરીને લોકોને ચોંકાવી દીધા છે કે પૃથ્વીની નજીકથી ઉલ્કાપિંડ પસાર થઈ છે. હવે ફરી એકવાર આવી જ આગાહી કરવામાં આવી છે. જાે કે આ વખતે મામલો ગંભીર છે કારણ કે તે ભવિષ્યવાદી નથી પરંતુ નાસાએ ચેતવણી આપી છે. નાસા આ ઉલ્કાપિંડ પર સતત નજર રાખી રહ્યું છે. તે પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે અને આ કારણોસર તેને “સંભવિત જાેખમી એસ્ટરોઇડ” તરીકે જાહેર કરવામાં આવ્યું છે. નાસાએ જણાવ્યું છે કે આ ઉલ્કાપિંડ સીધી પૃથ્વી સાથે ટકરાશે નહીં. તેના બદલે તે પૃથ્વી પાસેથી પસાર થશે. આથી આપણી પૃથ્વીને જાેખમ ઓછું છે. પરંતુ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તેને પોતાની તરફ ખેંચી શકે છે. આનાથી ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. આ ઉલ્કા ખૂબ મોટી છે. ગયા મહિને વૈજ્ઞાનિકોએ તેની શોધ કરી હતી અને હવે માત્ર દસ દિવસ પછી એટલે કે ૧૮ ઓગસ્ટે તે પૃથ્વીની ભ્રમણકક્ષાની નજીકથી પસાર થશે. નાસાની ગણતરી મુજબ તે ૧૮ ઓગસ્ટે પૃથ્વીથી માત્ર ૬.૩ મિલિયન કિલોમીટર દૂરથી પસાર થશે. નાસાના જણાવ્યા અનુસાર, તે પૃથ્વી સાથે અથડાવાની સંભાવના ઓછી છે પરંતુ સમાપ્ત થઈ નથી. તેનું કદ ઘણું મોટું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ખડક ૧૦૦ થી ૨૩૦ મીટર જેટલો મોટો હોઈ શકે છે. તેમજ તેની ઉંચાઈ ૨૩૫ મીટર લાંબી છે. નાસાએ તેને “સંભવિત જાેખમી એસ્ટરોઇડ” તરીકે વર્ણવ્યું છે. આ સિવાય બીજી ઉલ્કા ૨૦૧૯ છફ૧૩ ઓગસ્ટ મહિનામાં પૃથ્વીની નજીકથી પસાર થવાની સંભાવના છે. તે ૨૨ ઓગસ્ટે પૃથ્વીની નજીકથી પસાર થશે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તે પૃથ્વીની નજીક આવશે ત્યાં સુધીમાં તેનું કદ ઘટી જશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચીનમાં લગ્નના દિવસે જ વરરાજાએ મંડપમાં દુલ્હનનો વિડીયો બતાવતા લોકો ચોક્યાં
Next articleચીનમાં હવે જનોટિક લેંગ્યા નામનો નવો વાયરસ મળ્યો