Home રમત-ગમત ૧૦૦ ટકા ફિટનેસ મેળવ્યા પછી જ ટોચની ખેલાડીઓ સામે રમવું છે: સાઇના

૧૦૦ ટકા ફિટનેસ મેળવ્યા પછી જ ટોચની ખેલાડીઓ સામે રમવું છે: સાઇના

1435
0

(જી.એન.એસ.)નવી દિલ્હી.તાં.૧
બૅડ્મિન્ટનમાં પી. વી. સિંધુની સરખામણીમાં સાઇના નેહવાલ માટે ૨૦૧૭નું વર્ષ સારું નહોતું રહ્યું અને એટલે જ હવે સાઇના પૂરી ફિટનેસ હાંસલ થયા પછી જ બૅડ્મિન્ટનની કોર્ટ પર પાછી ફરવા માગે છે.
સાઇના પ્રીમિયર બૅડ્મિન્ટન લીગ (પીબીએલ)માં રમી રહી છે. તેણે શનિવારે રાત્રે દિલ્હીમાં મિશેલ લીને હરાવી હતી. પીટીઆઇના સંદેશા મુજબ સાઇનાએ પત્રકારોને કહ્યું હતું કે ‘મને પગની ઘૂંટીમાં હજી પણ દુખાવો રહ્યા કરે છે. પીબીએલ બાદ જાન્યુઆરીમાં હું ઇન્ડિયા ઓપનમાં રમીશ, પરંતુ ત્યાર બાદ ત્રણ અઠવાડિયાનો બ્રેક લઈશ અને એ ત્રણ સપ્તાહમાં હું પૂરતો આરામ કરી શકીશ. ૧૦૦ ટકા ફિટનેસ મેળવ્યા પછી જ તાલીમ શરૂ કરવી છે અને પછી જ હું ટોચની ખેલાડીઓ સામે રમીશ.’
૨૦૧૨ની લંડન ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર સાઇનાએ એવું પણ કહ્યું હતું કે ‘મને લાગે છે કે નવી સિઝનમાં કોઈ એક ખેલાડીનું પ્રભુત્વ નહીં જોવા મળે અને બૅડ્મિન્ટન જગતને નવી ચૅમ્પિયનો જોવા મળશે. ભૂતકાળમાં ચીનના ખેલાડી લી ડૅને આવું વર્ચસ્વ જમાવ્યું હતું. તેનું ઉદાહરણ આપણી સામે જ છે.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ ફલોપ જશે તો પણ હીરોઈનપ્રધાન ફિલ્મો જ કરીશ: સોનાક્ષી
Next articleવિરાટ કોહલી સામે 2018માં આ હશે મોટા પડકારો..