(જી.એન.એસ) તા. 4
હ્યુસ્ટન,
યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઇટ હ્યુસ્ટનથી ન્યુયોર્કમાં ટેકઓફના થોડા સમય પહેલા જ તેના એન્જિનમાં આગ લાગવાની ઘટના બની હતી. યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટને ટેકઓફના થોડા સમય પહેલા જ તેના એન્જિનમાં આગ લાગવાથી તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવી હતી. ફ્લાઇટ 1382 સ્થાનિક સમય મુજબ સવારે 8:30 વાગ્યે જ્યોર્જ બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટથી લાગાર્ડિયા એરપોર્ટ માટે ટેકઓફ કરવાની હતી, ક્રૂને એન્જિન સિગ્નલ મળ્યો અને રનવે પર ટેકઓફ અટકાવી દીધો. એરલાઈને એક નિવેદન જારી કરીને અકસ્માતની જાણકારી આપી છે.
ફેડરલ એવિએશન ઓથોરિટીએ કહ્યું કે એન્જિનમાં સમસ્યા હતી, જેના કારણે ટેકઓફ રોકી દેવામાં આવ્યું હતું. મુસાફરોને રનવે પરથી ઉતારીને બસ દ્વારા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ 104 મુસાફરોને સ્લાઇડ્સ અને સીડીઓનો ઉપયોગ કરીને પ્લેનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા અને તેમને બસ દ્વારા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા અને તેમને કોઈ ઈજા થઈ ન હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અકસ્માતના વીડિયોમાં ન્યૂયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ પર જઈ રહેલા એરબસ A319 એરક્રાફ્ટના એન્જિનમાંથી ધુમાડો અને આગ નીકળતી જોવા મળી રહી છે. યુનાઇટેડ એરલાઇન્સે જણાવ્યું હતું કે રવિવારે બપોરે મુસાફરોને બીજી ફ્લાઇટ માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.