(જી.એન.એસ) તા. 13
પ્રેમાનંદજી મહારાજ અનુસાર તહેવાર રંગો, પ્રેમ અને ભાઈચારાનું પર્વ છે. આ દિવસે લોકો હોળી રમે છે અને એકબીજાને ગુલાલ અને રંગ લગાવે છે. હોળીને ખરાબ પર સારાની જીતના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે, પણ ઘણાં લોકો હોળી તો મનાવે છે પરંતુ તે આ દિવસે દારૂ અને નશાનું પણ સેવન કરે છે અને તે પછી સમાજના માહોલને પણ ખરાબ કરવા લાગે છે. અમુક લોકો તો આ દિવસે એકબીજાના ચહેરા પર કાળી શાહી લગાવે છે અને નાળામાં પાડી દે છે. આવા લોકોને હિરણ્યકશ્યપ પ્રજાતિના કહેવાય છે.
વધુમાં પ્રેમાનંદજી મહારાજે કહ્યું હતું કે, હોળી એકબીજાની સાથે પ્રેમથી રમવી જોઈએ. આ દિવસે તમે એકબીજાને ગુલાલ લગાવો અને ભગવાનને ભોગ લગાવીને તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરો. તેમણે સમસ્ત દેશવાસીઓને હોળીના દિવસે કોઈ પણ પ્રકારનો નશો ન કરવાની પણ અપીલ કરી. નશો કોઈ પણ ઉત્સવને ખરાબ કરી શકે છે. આ દિવસે એકબીજાને પ્રેમ ભાવથી ગુલાલ લગાવવો જોઈએ અને ભગવાનને મીઠાઈથી ભોગ લગાવવો જોઈએ અને એકસાથે બેસીને ભજન ગાવા જોઈએ. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે આ દિવસે ભગવાનનું નામ લેતાં હોળીનો આનંદ લેવો જોઈએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.