‘દેશનું નેતૃત્વ સારા હાથમાં છે’ : હોલીવુડ અભિનેતા માઈકલ ડગ્લસ
(જી.એન.એસ),તા.૨૯
ગોવા
ગોવામાં 54માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં અમેરિકી અભિનેતા અને ફિલ્મ નિર્માતા માઈકલ ડગલસ છવાયા છે. આ દરમિયાન ડગલસને ‘સત્યજીત રે લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડ ફંક્શનમાં ડગલસે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈન્ટરનેશનલ લેવલ પર ઓળખ બનાવવાની રીતો વિશે વાત કરી. તેની સાથે જ તેમને વડાપ્રધાન મોદીના ખુબ જ વખાણ કર્યા..
ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન માઈકલ ડગ્લસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોના ખુબ જ વખાણ કર્યા. તેમને કહ્યું કે મને પણ લાગે છે કે ભારતનું નેતૃત્વ સારા હાથમાં છે. સાથે જ આ દેશ હવે આગળ વધી રહ્યો છે. એટલું જ નહીં તેની આગળ ડગ્લસે કહ્યું કે આ મહોત્સવની સુંદરતા એ છે કે તેમાં 78 દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. આ ભારતીય ફિલ્મની તાકાત છે. જે દુનિયાભરમાં જાણીતી છે. તે સિવાય તેમને કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરની સરાહના કરી..
મીડિયા સાથે વાતચીત કરતા દરમિયાન કહ્યું કે જેવો તેમને ઉલ્લેખ કર્યો છે લાગે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મંત્રી અનુરાગ ઠાકુરે છેલ્લા કેટલાક વર્ષોમાં ફિલ્મોના નિર્માણમાં વધારે પૈસા લગાવ્યા છે. આ ખુબ જ સફળ સમય રહ્યો છે. ફિલ્મ જાતિ, ધર્મ અને લિંગથી ઉપર લોકોને એકજૂથ કરે છે. તેમનું એ પણ કહેવુ છે કે અલગ અલગ સંસ્કૃતિઓને એક સાથે લાવવામાં ફિલ્મોની મોટી ભૂમિકા છે..
તમને જણાવી દઈએ કે અભિનેતા ડગ્લસે ફોલિંગ ડાઉન, ધ અમેરિકન પ્રેસિડેન્ટ, ધ ઘોસ્ટ એન્ડ ડાર્કનેસ, ધ ગેમ, ધ પરફેક્ટ મર્ડર જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં માઈકલ ડગ્લસ પોતાની એક્ટિંગથી લોકો વચ્ચે ખુબ જ જાણીતા થયા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.