Home રમત-ગમત Sports હૈદરાબાદ સામે RCBની 35 રને જીત મેળવી

હૈદરાબાદ સામે RCBની 35 રને જીત મેળવી

48
0

(જી.એન.એસ),તા.૨૬

આરસીબીએ હૈદરાબાદ સામે 35 રનથી જીત મેળવી હતી. બોલરોએ સનરાજર્સના બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો. ગ્રીને આરસીબીને આઠમો ઝટકો આપ્યો હતો. તેણે 141 રનના સ્કોર પર ભુવનેશ્વર કુમારને આઉટ કર્યો હતો. આ મેચમાં ભુવનેશ્વર 13 રન બનાવીને પરત ફર્યો હતો. જયદેવ ઉનડકટ 10માં નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. તે તેની કારકિર્દીની 100મી આઈપીએલ મેચ રમી રહ્યો છે. હૈદરાબાદને સાતમો ફટકો કેપ્ટન પેટ કમિન્સના રૂપમાં લાગ્યો હતો. તેને કેમરન ગ્રીને મોહમ્મદ સિરાજના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે 15 બોલમાં એક ફોર અને ત્રણ સિક્સરની મદદથી 31 રન બનાવવામાં સફળ રહ્યો હતો. ભુવનેશ્વર કુમાર નવમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. અબ્દુલ સમદ 10 રન બનાવીને આઉટ થયો હતો. 10મી ઓવરના પહેલા બોલ પર કર્ણ શર્માએ તેને કેચ આઉટ કર્યો હતો. આ તેની બીજી વિકેટ છે. પેટ કમિન્સ આઠમા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. 207 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદની હાલત ખરાબ દેખાઈ રહી છે. આરસીબીએ તેની છેલ્લી પાંચ મેચોમાં ઓછામાં ઓછા 180 રન આપ્યા અને છેલ્લી બે મેચમાં હરીફ ટીમે તેમની સામે 200થી વધુ રન બનાવ્યા. RCBના બેટ્સમેનોએ તેમની બોલિંગની ખામીઓને સરભર કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ સંતુલનની દૃષ્ટિએ આટલી નબળી ટીમ માટે ઓલરાઉન્ડ પ્રદર્શન કરવું અશક્ય લાગે હતું. RCBએ બેટિંગમાં જોરદાર જુસ્સો બતાવ્યો, પરંતુ તેમ છતાં તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે માત્ર એક રનથી હારી ગયા. જો કે, RCB મેનેજમેન્ટ તેમના સંયુક્ત બેટિંગ પ્રયાસથી ખૂબ સંતુષ્ટ હશે. વિરાટ કોહલી 379 રન બનાવીને ટૂર્નામેન્ટમાં RCBનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન રહ્યો છે. દિનેશ કાર્તિક પણ છેલ્લી ઓવરોમાં આવીને બેટિંગમાં મહત્વનું યોગદાન આપે છે.

આ સિઝનમાં હૈદરાબાદના બેટ્સમેન ખૂબ સારા ફોર્મમાં છે. દિલ્હી વિરૂદ્ધ પાવરપ્લેમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 125 રનનો રેકોર્ડ બનાવીને ટીમે IPLમાં પ્રથમ વખત 300 રનનો આંકડો પાર કરવાની સંભાવના પણ સર્જી હતી. હવે, જો SRH RCB સામે કેટલાક રેકોર્ડ બનાવે તો નવાઈ નહીં અને તે પણ RCBના નબળા બોલિંગ આક્રમણ સામે, તેની સંભાવના ઘણી વધારે છે. SRHનો ટ્રેવિસ હેડ શાનદાર ફોર્મમાં છે. હેડ આક્રમક બેટિંગ કરે છે અને તેને મળેલી દરેક તકનો ફાયદો ઉઠાવે છે. અભિષેક શર્માએ પણ હેડ સાથે સારી બેટિંગ કરી છે અને બંને પાવરપ્લેમાં વધુ રન બનાવવાનો પ્રયાસ કરે છે. તે જ સમયે, ક્લાસને પણ આ સિઝનમાં બેટથી સારું યોગદાન આપ્યું છે. SARHની મજબૂત બેટિંગે તેમના બોલરો અને કેપ્ટન પેટ કમિન્સનું કામ સરળ બનાવી દીધું છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ગુરુવારે IPL મેચમાં નીચેની ક્રમાંકિત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે મેદાનમાં ઉતરશે, ત્યારે તેઓ ફરીથી આક્રમક બેટિંગ કરીને રન બનાવવા પર નજર રાખશે. આઈપીએલના આ તબક્કામાં ત્રણ વખત 250 રનનો આંકડો પાર કરનાર હૈદરાબાદ (SRH)એ તોફાની બેટિંગ કરી હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તેનો પ્રથમ શિકાર બની હતી અને ત્યારબાદ ટૂર્નામેન્ટનો સૌથી મોટો સ્કોર ત્રણ વિકેટે 287 રન બનાવીને બનાવ્યો હતો. બેંગલુરુમાં આરસીબીનો સ્કોર થયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleIPL 2024માં સૌથી વધુ સિક્સર મારનાર 5 ટીમો વિષે જાણો
Next articleહૈદરાબાદના આક્રમણને ખાળવા માટે બેંગલોરે વિશેષ પ્રયાસ કરવા પડશે