Home દેશ - NATIONAL હેવી-વેઇટ ટોર્પિડો ટ્યુબ લોન્ચર અને ASW રોકેટ લોન્ચરથી સજ્જ છે ઈમ્ફાલ જહાજ

હેવી-વેઇટ ટોર્પિડો ટ્યુબ લોન્ચર અને ASW રોકેટ લોન્ચરથી સજ્જ છે ઈમ્ફાલ જહાજ

34
0

(GNS),21

ઈન્ડિયન નેવીની તાકાતમાં વધુ એક જહાજના સ્વરૂપે વધારો થયો છે. ઈમ્ફાલ નામના ડિસ્ટ્રોયર જહાજની નેવીમા એન્ટ્રીને લઈ દુશ્મનો કાંપી ઉઠ્યા છે. શિપયાર્ડ મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલા આ જહાજના પગલે નૌકાદળની તાકાત વધી ગઈ છે. સંરક્ષણ મંત્રાલય તળે કામ કરતી આ સંસ્થાના પ્રોજેક્ટ 15B ક્લાસ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયરનું ત્રીજું સ્ટીલ્થ ડિસ્ટ્રોયર ‘ઈમ્ફાલ’ નેવીને પહોંચાડવામાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે આ જહાજમાં સ્વદેશી સ્ટીલ DMR 249A નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જણાવવામાં આવ્યું છે કે દેશમાં બનેલા સૌથી મોટા લડાકુ જહાજો પેકીનું એક આ છે કે જેની લંબાઈ જ 165 મીટર જેટલી છે જ્યારે કે વજન 7500 કિલો છે.

ઈન્ડિયન નેવીના સૂત્રોના જણાવ્યા મુજબ જહાજ પર બરાક-8 મિસાઈલો ગોઠવવામાં આવી છે. આ મિસાઈલ જમીનથી હવા પર દુશ્મનો પર કાળ બનીને વરસી શકે છે. આ સિવાય પણ આ જહાજમાં વિવિધ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. દેશમાં જ વિકસાવવામાં આવેલી એન્ટી સબમરીન વેપનને સ્થાન આપવામાં આવ્યું છે. આ જહાજમાં સેન્સરને લઈ વખાસ કામ કરવામાં આવ્યું છે. નેવી સોર્સ મુજબ તેને હલ-માઉન્ટેડ સોનાર હમસા એનજી, હેવી-વેઇટ ટોર્પિડો ટ્યુબ લોન્ચર અને ASW રોકેટ લોન્ચરથી સજ્જ કરવામાં આવ્યું છે. આ જહાજમાં મહિલાઓ માટે ખાસ પ્રકારની અલગથી ફેસિલીટી ઉભી કરવામાં આવી છે કે જેને લઈને આ જહાજ આવી સુવિધા પુરી પાડનારૂ પ્રથમ જહાજ બની ગયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field