Home મનોરંજન - Entertainment હેરાફેરી-૩ ફિલ્મમાં કામ કરવા માટે પરેશ રાવલે ઘણી શરતો મૂકી

હેરાફેરી-૩ ફિલ્મમાં કામ કરવા માટે પરેશ રાવલે ઘણી શરતો મૂકી

47
0

(જી.એન.એસ),તા.૧૭
મુંબઈ
બોલીવુડ ફિલ્મ ‘હેરા ફેરી’ તો તમે જાેઈ જ હશે. આ ફિલ્મના અત્યાર સુધીમાં બે ભાગ આવ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ત્રીજા ભાગને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. હેરા ફેરીના બંને ભાગમાં તમામ પાત્રોએ દર્શકોને ખુબ હસાવ્યા હતા. પરંતુ આ ફિલ્મનું એક પાત્ર એવું છે જેણે લોકોના દિલોમાં ઘર બનાવી લીધું છે. તે પાત્ર છે બાબુરાવ ગણપતરાવ આપ્ટે ઉર્ફે ‘બાબુ ભઈયા’. આ ફિલ્મમાં બોલીવુડ એક્ટર પરેશ રાવલે ‘બાબુ ભઇયા’નો રોલ કર્યો હતો. લોકોનું માનવું છે કે ‘બાબુ ભઇયા’નો રોલ પરેશ રાવલ કરતા સારું કોઈ કરી શકતું નથી. પરેશ રાવલે ‘હેરા ફેરી ૩’ અંગે વાત કરી હતી. જ્યારે હેરાફેરીની સીક્વલ વિશે તેમને પૂછવામાં આવ્યું તો પરેશ રાવલે જણાવ્યું હતું કે, જાે તમે મને ઇમાનદારીથી પૂછશો તો મારા મનમાં મારા કેરેક્ટરને લઇને કોઈ એક્સાઈટમેન્ટ નથી, જ્યાં સુધી તેનો બેકડ્રોપ અલગ ન હોય. જાે મને ફરીથી તે વસ્તુ કરવાની છે. તે પ્રકારે ધોતી પહેરી, ચશ્મા લગાવી ચાલવાનું છે, તો પછી હું વધારે પૈસા ચાર્જ કરીશ. પરેશ રાવલે વધુમાં કહ્યું કે, પૈસા સિવાય તેને કરવામાં કોઈ મજા નહીં આવે. જાે અમે વર્ષો પછી હેરા ફેરીની સીક્વલને વાસી જાેક્સ સાથે લાવીશું, તો તે કામ નહીં કરે. સ્ટોરીમાં કંઇક નવું હોવું જાેઇએ, ત્યારે હું એક્સાઈટેડ થઈશ. નહીં તો તે જ ચાવેલો કોળિયો ફરીથી ચાવવા જેવું છે, તો પછી હું ઉત્સુક નથી. તમને જણાવી દઈએ કે, પરેશ રાવલ અગાઉ ફિલ્મ ‘શર્માજી નમકીન’માં જાેવા મળ્યા હતા. હવે તે કાર્તિક આર્યનની ફિલ્મ ‘શહઝાદા’માં જાેવા મળશે. હેરા ફેરીના બંને ભાગમાં પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીએ મુખ્ય રોલ કર્યા હતા. હેરા ફેરીનો પહેલો ભાગ ૨૦૧૦ માં રીલિઝ થયો હતો. તેની સફળતાને જાેતા મેકર્સે વર્ષ ૨૦૧૬ માં તેનો બીજાે ભાગ રીલિઝ કર્યો અને બંને ભાગ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થયા હતા. ત્યારે હવે ફેન્સ આ ફિલ્મના ત્રીજા ભાગની રાહ જાેઈ રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅભિનેતા ઇમરાન ખાન અને અવિતંકા મલિક પણ છુટાછેડા આપશે
Next articleકન્નડ ટીવી એક્ટ્રેસ ચેતન્ના રાજનું ૨૧ વર્ષની ઉંમરે મોત નીપજ્યું