(જી.એન.એસ) તા. 18
બોલીવુડના સુપરસ્ટાર હૃતિક રોશન અને અભિનેત્રી ઐશ્વર્યા રાયની ક્લાસિક ગણાવાયેલી ફિલ્મ ‘જોધા અકબર’નું લોસ એન્જલિસમાં ઓસ્કર એકેડમી દ્વારા ખાસ સ્ક્રિનિંગ યોજવામાં આવશે. આ ફિલ્મને 17 વર્ષ પૂરાં થયાં છે, જો કે, આ મુદ્દે બોલીવુડમાં પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ નું સ્ક્રિનિંગ આગામી મહિને યોજાશે.
આ જાહેરાત થયા બાદ ફિલ્મના દિગ્દર્શક આશુતોષ ગોવરીકરે આ ફિલ્મને પસંદ કરવા બદલ એકેડમીનો આભાર માન્યો હતો. આ ફિલ્મ હૃતિક અને ઐશ્વર્યા બંનેની કેરિયરની માઈલસ્ટોન મૂવી ગણાય છે. ફિલ્મનું સંગીત પણ સતત લોકપ્રિય રહ્યું છે. આ ફિલ્મમાં ઐશ્વર્યાનાં કોશ્ચ્યૂમ તથા જ્વેલરીની વિશેષ ચર્ચાઓ થઈ હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.