Home અન્ય રાજ્ય હું ભારપૂર્વક કહું છું કે જો મુખ્યપ્રધાન નવીન પટનાયક ફરી ઓડિશાના સીએમ...

હું ભારપૂર્વક કહું છું કે જો મુખ્યપ્રધાન નવીન પટનાયક ફરી ઓડિશાના સીએમ નહીં બને,તો હું રાજકારણમાંથી નિવૃત્ત થઈશ: વીકે પાંડિયન

28
0

(જી.એન.એસ) તા. 11

ઝારસુગુડા,

 ઓડિશા વિધાનસભાનો કાર્યકાળ 24 જૂન 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે પૂર્વ આઈએએસ અધિકારી અને બીજેડી નેતા વીકે પાંડિયને કહ્યું હતું કે, જો પાર્ટીના અધ્યક્ષ નવીન પટનાયક વિધાનસભા ચૂંટણી પછી સતત છઠ્ઠી વખત ઓડિશાના મુખ્યમંત્રી નહીં બને તો તેઓ રાજકારણ છોડી દેશે. પટનાયકના નજીકના સાથી ગણાતા વીકે પાંડિયને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને એવી જાહેરાત કરવા પડકાર ફેંક્યો કે જો ભાજપ રાજ્યમાં સત્તામાં આવવામાં નિષ્ફળ જશે તો તેઓ પણ રાજકીય ‘નિવૃત્તિ’ લેશે. ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશામાં ભાજપનો ચહેરો છે.

રાજ્યમાં આવેલ ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગરમાં એક રેલીને સંબોધિત કરતા બીજેડી નેતા વીકે પાંડિયને કહ્યું, “તમે કહો છો કે ઓડિશામાં ભાજપની લહેર છે અને પરિવર્તનની લહેર છે. પરંતુ હું ભારપૂર્વક કહું છું કે જો મુખ્ય જો મંત્રી નવીવ પટનાયક ફરીથી સીએમ નહીં બને તો હું રાજકારણમાંથી નિવૃત્ત થઈશ.

પૂર્વ આઈએએસ અધિકારી પાંડિયને દાવો કર્યો હતો કે ભાજપ તેમને પટનાયકના ચમચા કહે છે. તેમણે કહ્યું, “પરંતુ તમે (ધર્મેન્દ્ર પ્રધાન) કેન્દ્રીય મંત્રી છો. જો તમારામાં હિંમત હોય તો જાહેરાત કરો કે જો ઓડિશામાં ભાજપ સત્તામાં નહીં આવે તો તમે રાજકારણમાંથી પણ સંન્યાસ લઈ લેશો.”

બીજેડી નેતાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશાના લોકો માટે શું કર્યું છે. પાંડિયને દાવો કર્યો કે બીજેપી નેતાએ 10 વર્ષ સુધી ઢેંકનાલથી ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો અને અંતે સંબલપુર ગયા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદોહા ડાયમંડ લીગ 2024: નીરજ ચોપરા એ જેવલિન થ્રોમાં જીત્યું સિલ્વર મેડલ
Next articleનરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ સુરક્ષા વ્યવસ્થા તોડી ધોનીને પગે લાગનાર યુવકની પોલીસે ધરપકડ કરી