Home મનોરંજન - Entertainment હું બ્યુટીફૂલ ન હોત તો, ઓસ્કાર વિનિંગ ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનર’નો ભાગ હોત...

હું બ્યુટીફૂલ ન હોત તો, ઓસ્કાર વિનિંગ ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનર’નો ભાગ હોત : ગૌહર ખાન

61
0

(જી.એન.એસ),તા.૦૪
મુંબઈ
રિયાલિટી શો બિગ બોસની સાતમી સીઝનની વિનર બની ચૂકેલી ગોર્જીયસ ગૌહરનું કહેવું છે કે, તે સ્લમડોગ મિલિયોનરના ડિરેક્ટર ડેની બોયલને મળી હતી અને તેણે ઓડિશનના પાંચ રાઉન્ડ ક્લિયર કર્યા હતા. પાંચમા રાઉન્ડ પછી ડેનીએ મને કહ્યું હતું કે, તું ખૂબ જ સારી એક્ટ્રેસ છે. શું તું ઈન્ડિયામાં જ ટ્રેઈન થઈ છે? આ કહેતાની સાથે જ તેમણે મારી અદાકારી અને ટેલેન્ટ વિશે ડિટેઈલમાં વાત કરી હતી અને ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, તું આ ફિલ્મમાં સેટ થઈ શકે તેમન નથી કારણ કે, આ સ્ટોરી સંપૂર્ણ રીતે ઝૂંપડપટ્ટીના કિરદાર પર આધારિત છે અને તારો બ્યુટીફૂલ ફેસ સેટ થઈ શકે તેમ નથી. ઐતિહાસિક ફિલ્મનો હિસ્સો નહિ બની શકવા પર ગૌહરે કહ્યું હતું કે, મને કોઈ અફસોસ નથી. મને એ વાતની ખુશી છે કે, હું ડેનીને મળી શકી અને તેમણે મારી ટેલેન્ટના વખાણ કર્યા. ગૌહર અનેક ફિલ્મોમાં તેના ટેલેન્ટનો જાદુ બતાવી ચૂકી છે. જેમાં ખાસ કરીને બેગમજાન, બદ્રીનાથ કી દુલ્હનિયા, રોકેટ સિંહઃ સેલ્સમેન ઓફ ધ યર’ જેવી ફિલ્મોમાં તેણે તેના અભિનયથી વાહવાહી લૂંટી હતી. અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝ તેમના ફિલ્મોના કમિટમેન્ટ અને સ્ક્રિપ્ટ પસંદ ન આવવાના કારણે પ્રોજેક્ટને ના કહે છે અને ત્યારબાદ, તે જ ફિલ્મ સુપરડુપર હિટ થતા પસ્તાવાનો વારો આવે છે. આ પ્રોબ્લેમ લગભગ મોટાભાગના એક્ટર્સ સાથે થઈ ચૂક્યો છે પરંતુ, મોડલ-એક્ટ્રેસ ગૌહર ખાન માટે તો તેની બ્યુટી જ તેની દુશ્મન બની છે. ગૌહર ખાને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે જેમાં તેનું કહેવું છે કે, જાે તે બ્યુટીફૂલ ન હોત તો, ઓસ્કાર વિનિંગ ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનર’નો ભાગ હોત.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field