Home મનોરંજન હું આખી ફિલ્મની જવાબદારી મારા ખભા પર લેવા માગતી નથીઃ તબ્બુ

હું આખી ફિલ્મની જવાબદારી મારા ખભા પર લેવા માગતી નથીઃ તબ્બુ

556
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.29
તબ્બુનું કહેવું છે કે તેને મજબૂત મહિલાની ભૂમિકાઓ નિભાવવામાં પ્રસન્નતા થાય છે, પરંતુ તે ખુદને મહિલા કેન્દ્રિત પાત્રો સુધી સીમિત રાખવા ઇચ્છતી નથી. તે આ પ્રકારનાં પાત્રોમાં ફસાઇને રહેવા ઇચ્છતી નથી. તેને લાગે છે કે આખી ફિલ્મની જવાબદારી તેના રચનાત્મક મનને પ્રભાવિત કરે છે. તેથી તે કરિયરના આ બિંદુ પર વિકલ્પને લઇ સતર્ક રહે છે.
તબ્બુને પૂછવામાં આવ્યું કે આ નવા યુગમાં મહિલા કેન્દ્રિત ફિલ્મોની સ્થિતિ ખૂબ જ બદલાઇ રહી છે છતાં પણ તે એવી ફિલ્મનો ભાગ કેમ નથી? તેણે કહ્યું કે કરિયરની શરૂઆતમાં મેં ઘણી ફિલ્મમાં કામ કર્યું. એ સમયે મહિલા કેન્દ્રિત ફિલ્મનો ટેગ ન હતો. મેં એવી ફિલ્મ પસંદ કરી, જેમાં પાત્ર મહત્ત્વનું હતું. હવે જો નિર્માતા-નિર્દેશક મારા ખભા પર ફિલ્મની જવાબદારી નાખવાના વિચારથી મહિલા કેન્દ્રિત ફિલ્મની ફોર્મ્યુલા મારી પાસે લાવશે તો હું તેમાં ફસાવા નહીં ઇચ્છું.
તબ્બુનું એમ પણ કહેવું છે કે તેની પ્રાથમિકતા હવે પહેલાં જેવી રહી નથી. તે ખૂબ જ સમજી-વિચારીને ફિલ્મ સાઇન કરે છે. જે ફિલ્મમાં તે જોવા મળે છે ત્યાં પોતાની અલગ છાપ છોડી જાય છે. તબ્બુ પહેલાં એરહોસ્ટેસ બનવા ઇચ્છતી હતી, જેથી તે આખી દુનિયા જોઈ શકે. દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાને છોડી તે લગભગ આખી દુનિયા ફરી ચૂકી છે.
તાજેતરમાં તેણે ગોવામાં પોતાનું નવું ઘર ખરીદ્યું છે, જે ચારે બાજુથી ગ્રીનરીથી ઘેરાયેલું છે. તબ્બુ પાસે મુંબઇમાં અંધેરીમાં એક એપાર્ટમેન્ટ અને હૈદરાબાદમાં એક બંગલો છે. તબ્બુની ફિલ્મની સફર હજુ ચાલુ છે. ૨૦૧૪માં તેણે ‘હૈદર’ ફિલ્મમાં કમાલનો અભિનય કર્યો. ૨૦૧૫માં ‘દૃશ્યમ્’ અને ‘તલવાર’માં જબરદસ્ત ભૂમિકામાં જોવા મળી, પરંતુ ગયા વર્ષે આવેલી ‘ફિતૂર’ બેઅસર રહી, જ્યારે ‘ગોલમાલ અગેઇન’એ ૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી.

Previous articleસિંધુનો સંકલ્પ: નવી સિઝનમાં વર્લ્ડ નંબર વન બનવું જ છે
Next articleધવન કરતાં આ ખેલાડીએ વિરાટની ચિંતામાં કર્યો વધારો…