(જી.એન.એસ) તા. 1
કુલ્લૂ,
દેશમાં એક બાજુ જ્યાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યા જેવી ભયાનક સ્થિતિ ઊભી થઈ છે, 2 દિવસથી સતત વરસાદને કારણે 583 રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. આમાંથી 85 સ્થળો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર છે. આ ઉપરાંત 2263 પાવર ટ્રાન્સફોર્મરો કામ કરવાનું બંધ કરી દીધું છે. જેના કારણે વીજ પુરવઠા પર અસર પડી છે. 279 પાણી પુરવઠા યોજનાઓને પણ અસર થઈ છે. ગઈકાલે શુક્રવારે કુલ્લુના પહાનાલા અને કાંગડાના છોટા ભંગલમાં મુલથાનમાં વાદળો ફાટ્યા હતા, જ્યારે મંડીમાં વારોટની ટેકરીઓ પર પણ આવી જ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કુલ્લુના પહાનાલામાં પૂરના કાટમાળ નીચે 8 વાહનો દટાઈ ગયા. કુલ્લુમાં સરવરી નાળામાં વાહનો માટે પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું. વાદળ ફાટ્યા પછી, કાટમાળ સાથે પાણી ખૂબ જ ઝડપથી આવ્યું અને વાહનોને તણાઈ લાગ્યા હતા. ભૂસ્ખલનને કારણે મનાલી ફોરલેન હાઇવે ઘણી જગ્યાએ બંધ થઈ ગયો છે. પર્વત પરથી પડેલો કાટમાળ હાઇવે પર જમા થયો છે, જેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.
સતત વરસતા વરસાદના કારણે કુલ્લુમાં ગાંધીનગર નાળામાં પૂરને કારણે 3 વાહનો કાટમાળ નીચે દટાયા હતા. મનાલીમાં એક ઝાડ પડવાથી 2 વાહનોને નુકસાન થયું હતું અને હડિમ્બા મંદિર પર પણ એક ઝાડ પડ્યું હતું. કાંગડાના મુલથાનમાં 9 વાહનોને નુકસાન થયું. છોટા ભંગલના મુલ્તાનમાં વાદળ ફાટવાથી 12 ઘરો ઝપેટમાં આવ્યા છે, અહીંના લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે. હાલમાં શનિવારે હવામાન શાંત છે અને આગામી દિવસોમાં લોકોને રાહત મળવાની અપેક્ષા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.