Home દેશ - NATIONAL હિમાચલ પ્રદેશની એક એચઆરટીસી બસને ભયંકર અકસ્માત નડ્યો; 4 લોકોના મોત, 3...

હિમાચલ પ્રદેશની એક એચઆરટીસી બસને ભયંકર અકસ્માત નડ્યો; 4 લોકોના મોત, 3 ઘાયલ

25
0

(જી.એન.એસ) તા. 21

શિમલા,

હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં આવેલા જુબ્બ્લના ચેરી કેંચી વિસ્તારમાંહિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એક બસને ભયંકર અકસ્માત નડ્યો હતો જેમાં ચાર લોકોના મોત થયા અને ત્રણ ઘાયલ થયા છે. કૂદુ-દિલતારી રોડ પર શુક્રવારે વહેલી સવારે બસ પલટી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત સવારે લગભગ 6.45 વાગ્યે થયો જ્યારે હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ કુડ્ડુથી દિલતારી તરફ જઈ રહી હતી.

આ અકસ્માત અંગે પોલીસે જણાવ્યું હતું કે, બસમાં સાત લોકો સવાર હતા. શિમલાના પોલીસ અધિક્ષક સંજીવ કુમાર ગાંધીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં બસ સવાર બિરમા દેવી અને ધન શાહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બસ ડ્રાઈવર કરમ દાસ અને કંડકટર રાકેશ કુમારનું હોસ્પિટલ લઇ જતા રસ્તામાં મોત થયું હતું. તેમણે કહ્યું કે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એચઆરટીસીના મેનેજિંગ ડિરેક્ટર રોહન ચંદ ઠાકુરે જણાવ્યું હતું કે, “અકસ્માતની પ્રાથમિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.” આ અકસ્માત હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાથી 90 કિમી દૂર થયો હતો. એક વળાંક પર બસે કાબુ ગુમાવ્યો પલટી મારી અને બીજા રસ્તા પર પહોંચી હતી. બસના ડ્રાઈવર અને કંડકટરનું પણ મોત થયું છે. બસ જુબ્બ્લ તહસીલના કુડ્ડુથી ગીલતાડી તરફ જઈ રહી હતી. આ બસ સવારે 6 વાગ્યે રૂટ પર શરૂ થઇ હતી., પરંતુ માત્ર ચાર કિલોમીટર પછી અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. આ અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડકટર ઉપરાંત એક મહિલાનું પણ મોત થયું હતું.

આ ભયાનક માર્ગ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્ય હતા, બેનું હોસ્પિટલ પહોંચતા જ મોત નીપજ્યું હતું અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. ત્રણ લોકોને સારવાર માટે રોહરુ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. એસડીએમ રોહડુ ઘટનાસ્થળે પહોંચી ગયા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅધીર રંજન ચૌધરીએ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું
Next articleસમગ્ર વિશ્વમાં ભારે ઉત્સાહ સાથે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો