Home દેશ - NATIONAL હિમાચલ પ્રદેશના સીએમ તરીકે જયરામ ઠાકુરના શપથ ગ્રહણ

હિમાચલ પ્રદેશના સીએમ તરીકે જયરામ ઠાકુરના શપથ ગ્રહણ

290
0

(S.yuLk.yuMk)શિમલા,íkk.27
હિમાચલ પ્રદેશના CM તરીકે જયરામ ઠાકુરે શપથ ગ્રહણ કર્યા છે. આ ઉપરાંત મહેન્દ્ર સિંહ, કિશન કપૂર અને સુરેશ ભારદ્વાજે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધાં છે. સુરેશ ભારદ્વાજે સંસ્કૃતમાં શપથ લીધા હતા. આજે હિમાચલ પ્રદેશ માટે ઐતિહાસીક દિવસ છે. કારણકે અત્યાર સુધી અહીં કોઈ પણ સીએમની શપથ વિધિમાં વડાપ્રધાન હાજર રહ્યા નથી. જ્યારે જયરામ ઠાકુરની શપથવિધિ માટે વડાપ્રધાન મોદી આજે અહીં પહોંચ્યા હતા. જયરામ ઠાકુરની શપથ વિધિમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ સહિત અન્ય 13 રાજ્યોના સીએમ પણ હાજર રહ્યા હતા. છેલ્લા 65 વર્ષમાં હિમાચલ પ્રદેશમાં માત્ર 6 વ્યક્તિ જ સીએમ બન્યા છે. તેમાં યશવંત સિંહ પરમાર, ઠાકુર રામલાલ, શાંતા કુમાર, પ્રેમ કુમાર ધૂમલ, વીરભદ્ર સિંહ અને જયરામ ઠાકુર
આ સિવાય ઘણાં યુનિયન મિનિસ્ટર્સ અને લાલ કૃષ્ણ અડવાણી સહિત બીજેપીના સીનિયર લીડર પણ સામેલ રહેશે. વડાપ્રધાન અને અન્ય રાજ્યોના સીએમ- ડેપ્યૂટી સીએમ અને કેન્દ્રીય મંત્રીઓને લાવવા માટે 325 ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. જયરામ ઠાકુર હિમાચલ પ્રદેશના 13માં સીએમ બન્યા છે. બીજેપીએ વિધાનસભા ચૂંટણીમાં પ્રેમ કુમાર ધૂમલને સીએમ ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. પરંતુ તેઓ આ ચૂંટણી હારી ગયા હતા. શિમલામાં આ પહેલાં કોઈ પણ મુખ્યમંત્રીના શપથ ગ્રહણમાં આટલી મોટી વ્યવસ્થા કરવામાં આવી નહતી. વડાપ્રધાન અને અન્ય રાજ્યોમાં સીએમ, ડેપ્યૂટી સીએમ અને કેન્દ્રીય મંત્રીઓને લાવવા માટે 325 ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. સમારોહ વાળી જગ્યાએ પહોંચવા માટે સેક્રેટેરિએટની 252 અને બોર્ડ કોર્પોરેશનની 73 ગાડીઓ લાવવામાં આવ્યા છે. મોદી અને અમિત શાહ સહિત અન્ય ખાસ લોકો 14 હેલિકોપ્ટર અનાડેલમાં ઉતરશે. જ્યારે 3 ચાર્ટડ પ્લેન જુબ્બડહટ્ટીના એરપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
શપથ ગ્રહણ સમારોહમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, છત્તીસગઢના ડૉ. રમણ સિંહ, યુપીના યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે, ગુજરાતના સીએમ વિજય રુપાણી, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, ઉત્તરાખંડના સીએમ કત્રિવેન્દ્ર સિંહ રાવત , ઝારખંડના સીએમ રઘુવાર દાસ અને આસામના સીએમ સર્વાનંદ સોનોવાલ પણ પહોંચ્યા હતા.લાલ કૃષ્ણઅડવાણી, રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી અને અનંત કુમાર પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસતત 22 વર્ષ પછી પણ….ભાજપને ડર હતો કે ફરીથી સરકાર આવશે કે કેમ?
Next articleભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી હેડગેના નિવેદનથી થયો હોબાળો, સંસદની કાર્યવાહી કરાઈ સ્થગીત